મુંબઇ: પત્રકર જેડે હત્યાની હત્યાના મામલે સાત વર્ષ બાદ આજે ચૂકાદા આવશે. કોર્ટના જજ સમીર અઝકર આ મામલે ચૂકાદો સંભળાવશે. ફરિયાદી પક્ષના અનુસાર પત્રકાર જેડેની હત્યા માફિયા છોટા રાજનના ઇશારે કરવામાં આવી હતી. આ મામલે તપાસ બાદ પોલીસે મકોકા કોર્ટમાં આરોપપત્ર દાખલ કર્યું છે. મુંબઇમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન વિરૂદ્ધ ઘણા કેસ ચાલી રહ્યા છે. દિલ્હીની તિહાડ જેલમાં બંધ રાજન અત્યારે કેસ સુનાવણી દરમિયાન વીડિયો કોન્ફ્રેંસિંગના માધ્યમે કોર્ટમાં હાજરી આપશે. મુંબઇની સ્પેશિય મકોકા કોર્ટમાં છોટા રાજન સહિત 11 આરોપી પત્રકાર જેડે હત્યાકાંડના ચૂકાદો સાંભળવા માટે હાજર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરિયાદ પક્ષના અનુસાર માફિયા છોટા રાજનને એમ લાગતું હતું કે જેડે તેના વિરૂદ્ધ લખતા હતા, જ્યારે મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું મહિમામંડન કરે છે. ફક્ત આ કારણે જ છોટા રાજને પત્રકાર જેડેની હત્યા કરાવી હતી. તેણે જ આ હત્યાકાંડનું કાવતરું રચ્યું હતું. પુરાવા તરીકે કેટલાક એકસ્ટ્રા જ્યૂડિશિયલ કંફેશન છે. 


છોટા રાજનના વકીલ અંશુમન સિંહા વિરૂદ્ધ ફરિયાદી પક્ષનું કહેવું ખોટું છે. છોટા રાજનના નામથી કરવામાં આવેલા બધ કોલ્સ બનાવટી છે. તેની કોઇ જાણકારી છોટા રાજનને ન હતી. જોકે છોટા રાજન વિરૂદ્ધ આ આરોપ છે કે જેડેની હત્યા બાદ જ્યારે હાહાકાર મચી ગયો હતો, ત્યારે રાજને ઘણી ન્યૂઝ ચેનલોની ઓફિસમાં ફોન ગયો હતો. 


છોટા રાજને કહ્યું હતું કે તે જેડેને ફક્ત ધમકાવવા માંગતો હતો. તેનો ઇરાદો તેની હત્યા કરવાનો ન હતો. ફરિયાદી પક્ષે આ રેકોર્ડિંગને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યું હતું. તે દિવસોમાં વિદેશમાં બેઠેલા રાજને શૂટર સતીશ કાલિયા અને તેના સાથીઓની મદદ લીધી. પત્રકાર જિગના વોરાએ જેડેના હત્યારાની ઓળખ કરવામાં રાજનના ગુંડાઓની મદદ કરી હતી. 


આ સનસનીખેજ હત્યાકાંડ બાદ મુંબઇ પોલીસ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આરોપી કેવી રીતે જેડેનો પીછો કરતા હતા. મીડિયાને પણ તે સમયે સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલના અનુસાર ફૂટેજમાં દેખાતા લોકો તે જ હત્યારા હતા જે જેડેનો પીછો કરતા હતા. અંતમાં તેમણે જ જેડેને ગોળી મારી હતી.  


સંતોષ દેશપાંડે, સતીશ કાલિયા સહિત બે અન્ય આરોપીઓના વકીલનું કહેવું છે કે કોર્ટમાં ઉપરોક્ત બધા પુરાવા લાવવામાં આવ્યા નથી. બે વર્ષ પહેલાં જ્યારે રાજનને ઇંડોનેશિયાથી લાવવામાં આવ્યો હતો. ત્યારથી આ કેસ મુંબઇ પોલીસથી લઇને સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. સરકારી વકીલ પ્રદીપ ઘરાતે 155 સાક્ષીઓને રજૂ કર્યા હતા. 


તિહાડ જેલમાં બંધ છોટા રાજનના જે વોઇસ સેમ્પ્લ લેવામાં આવ્યા હતા, તે પણ અન્ય અવાજો સાથે મેચ થઇ ગયા હતા. આ રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે બેલેસ્ટિક અને વૈજ્ઞાનિક પુરાવા ફરિયાદી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યા હત. તેમને લાગે છે કે આ બધા પુરાવા અને સાક્ષીઓના નિવેદનો આરોપીઓને સજા અપાવવામાં સફળ થશે.