Kashmir News: જમ્મુ અને કાશ્મીરના ડીજી (જેલ) હેમંતકુમાર લોહિયાની હત્યાના આરોપી નોકરની ધરપકડ થઈ છે. DG જેલ હેંમત લોહિયાનો મૃતદેહ ઉદયવાલા ખાતે તેમના મિત્રના ઘરેથી મળી આવ્યો હતો. તેમનું ગળું ચીરીને હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમના શરીર પર ઈજાના અને દાઝવાના નિશાન પણ હતા. પોલીસના જણાવ્યાં મુજબ નોકર હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગઓ હતો. તેણે મૃતદેહને બાળવાની પણ કોશિશ કરી હતી. પોલીસે ત્યારબાદ તેની સર્ચમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાયરીમાં સ્ફોટક ખુલાસા
આ બધા વચ્ચે પોલીસને યાસિરની એક ડાયરી પણ મળી આવી છે. જેમાં તેણે મોત સંલગ્ન કેટલીક વાતો લખી છે. પોલીસના જણાવ્યાં મુજબ યાસિર ડિપ્રેશનનો ભોગ બન્યો હતો અને ડાયરીમાં તેણે લખ્યું છે કે તેને જિંદગીથી નફરત છે. જમ્મુના એડીજીપી મુકેશ સિંહે કહ્યું કે નોકર મુખ્ય આરોપી છે. હત્યાનું હથિયાર જપ્ત કરાયું છે. એક ડાયરી પણ મળી છે. જેનાથી જાણવા મળે છે કે તે ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. આગળની તપાસ ચાલુ છે. પોલીસે આરોપીનો ફોટો પણ જારી કર્યો છે. 


રામબનનો રહીશ છે યાસિર
યાસિર અહેમદ રામબનનો રહીશ છે. હત્યા બાદ તે સીસીટીવીમાં  ભાગતો જોવા મળ્યો હતો. ડીજીના ઘરે કામ કરતા તેને 6 મહિના થયા હતા. મળતી માહિતી મુજબ તે શરૂઆતથી જ ઉગ્ર સ્વભાવનો હતો. જમ્મુ કાશ્મીર DG જેલની હત્યા બાદ પોલીસે તપાસ તેજ કરી છે. DGP દિલબાગ સિંહ અને ચીફ સેક્રેટરી અરુણ મહેતા પણ ઘટના સ્થળે હાજર છે અને ફોરેન્સિક ટીમની તપાસ હાલ ચાલુ છે. પોલીસે શરૂઆતી તપાસમાં ટેરર એંગલનો ઈન્કાર કર્યો છે. જો કે ટેરર લિંક હોવાની શક્યતા નકારી શકાય પણ નહીં. આથી પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube