જબલપુર:  મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના જબલપુર (Jabalpur) માં એક ઓટો અને સ્કૂટીની ટક્કર થયા બાદ રીક્ષાચાલકને નિર્દયતાથી માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનામાં પોલીસે બે આરોપીઓ અક્ષય અને મનોજ દુબેની ધરપકડ કરી છે. જો કે મુખ્ય આરોપી અભિષેક દુબે અને ચંદન સિંહ હજુ પણ ફરાર છે. મુખ્ય આરોપીનું પોલિટિકલ કનેક્શન સામે આવ્યું છે. મુખ્ય આરોપીએ પૂર્વ મંત્રી અને કોંગ્રેસ વિધાયક લખન ઘનઘોરિયાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. કોંગ્રેસના પોસ્ટરમાં આરોપીનો ફોટો છે. આ બાજુ પોલીસે પકડાયેલા આરોપીઓનું જૂલુસ પણ કાઢ્યું. આ બાજુ ઓટો ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: ગરીબ રીક્ષા ચાલક પર ગુંડાઓએ કાઢ્યું જોર, ગડદાપાટુ માર મારી બેભાન કર્યો..છતાં મારતા રહ્યા


પોલીસનો અમાનવીય ચહેરો સામે આવ્યો
પોલીસનો અમાનવીય અને અસંવેદનશીલ ચહેરો પણ આ ઘટનામાં સામે આવ્યો છે. 6 કલાક સુધી મામલો નોંધ્યા વગર પીડિતને પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રાખ્યો. દર્દથી કણસતો પીડિત અજીત અર્ધબેભાન અવસ્થામાં પોલીસ સ્ટેશનમાં જ પડી રહ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા એસપીના નિર્દેશ પર પીડિતની પણ સુનાવણી થઈ. આરોપીઓ તરફથી સ્કૂટી સવાર છોકરીએ એફઆઈઆર દાખલ કરી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube