Jabalpur News: પુત્રીએ મુસ્લિમ યુવક સાથે કર્યા નિકાહ, પિતાએ કન્યાદાનની જગ્યાએ પિંડદાન કર્યું, મૃત્યુ ભોજન પણ કરાવ્યું
Jabalpur News: જબલપુરમાં એક પિતાએ નિકાહ કરનારી પોતાની પુત્રીને સજા આપી છે. પિતાને નિકાહ કરવા પર પુત્રીનું પિંડદાન કર્યું છે. આ સાથે શોક સંદેશ છપાવ્યો છે. તો લોકોને મૃત્યુ ભોજન માટે ઘરે બોલાવ્યા છે.
જબલપુરઃ મધ્યપ્રદેશના જબલપુરમાં થોડા સમય પહેલા એક યુવતીએ ઘરમાંથી ભાગીને નિકાહ કરી લીધા હતા. પરિવારના લોકોએ ખુબ સમજાવી, તેમ છતાં પુત્રી માનવા માટે તૈયાર થઈ નહીં. ત્યારબાદ પરિવારના લોકોએ નર્મદા નદીના કિનારે જઈને પુત્રીનું પિંડદાન કર્યું છે. તે માટે શોક સંદેશ પણ છપાવવામાં આવ્યો હતો. સાથે પિંડદાન બાદ રવિવારે 11 જૂને લોકોને ભોજન માટે પણ બોલાવવામાં આવ્યા છે.
પરિવારે કહ્યું કે પિતા ઈચ્છતા હતા કે અમે અમારી વ્હાલી દીકરીનું કન્યાદાન કરીએ. તેણે વાત માની નહીં અને જઈને નિકાહ કરી લીધા. ત્યારબાદ પિંડદાન કર્યું છે. હકીકતમાં આ મામલો જબલપુર જિલ્લા સ્થિત ગોહલપુરના અમખેરા ગામનો છે. ગામમાં રહેતી એક યુવતીએ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ જઈને મોહમ્મદ અયાઝ સાથે એપ્રિલ 2023માં કોર્ટ મેરેજ કરી લીધા હતા.
ત્યારબાદ મુસ્લિમ રિવાજની સાથે નિકાહનું આયોજન કરવામાં આવ્યું છે. નિકાહનું કાર્ડ વાયરલ થયું હતું. તેમાં યુવતીનું નામ બદલી દેવામાં આવ્યું હતું. નિકાહના કાર્ડ પર ઉઝમા ફાતિમા નામ લખેલું હતું. સાથે નીચે તેના પિતાનું નામ લખેલું હતું. ત્યારબાદ પરિવાર નારાજ થયો હતો. પરિવારનું કહેવું હતું કે અમારી સામાજિક પ્રતિષ્ઠાને ખરાબ કરવા માટે આવું કાર્ડ પ્રિન્ટ કરાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Railway: શું તમે ક્યારેય વિચાર્યુ કે કેમ ટ્રેનની છત પર નાના ગોળ ઢાંકણા હોય છે?
એસપીને કરી ફરિયાદ
આ મામલામાં હિન્દુવાદી સંગઠન કાર્યકર્તાઓની સાથે એસપી ઓફિસ પહોંચ્યા. મુસ્લિમ યુવક પર ધર્માંતરણ સહિત લેવ જેહાદનો આરોપ પણ લગાવવામાં આવ્યો. મેરેજ સર્ટિફિકેટમાં બે સાક્ષી હિન્દુ હતા. તેના દસ્તાવેજ અને નિવેદનોમાં પણ મેળ નથી. તો પોલીસની અત્યાર સુધીની કાર્યવાહીથી યુવતીના પરિવારજનો સંતુષ્ટ નથી.
પિંડદાન કર્યું
તો યુવતીના પરિવારજનોએ જબલપુરમાં નર્મદા કિનારે જઈને યુવતીનું પિંડદાન કર્યું છે. પિંડદાન કરતા સમયની તસવીરો સામે આવી છે. આ સાથે પરિવારે કહ્યું કે અમારો હવે તેની સાથે કોઈ સંબંધ નથી. લગ્ન પહેલા તેણે પરિવારના લોકો સાથે વાત કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube