કોલકાતાઃ કુંવારી યુવતીઓને 'સીલબંધ બોટલ' જણાવીને વિવાદનો મધપૂડો છંછેડનારા પ્રોફેસર કનક સરકારના તમામ શૈક્ષણિક અધિકાર છીનવી લેવાયા છે. સાથે જ યુનિવર્સિટી કેમ્પસમાં તેમના પ્રવેશ પર પણ તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવાયો છે. યુનિવર્સિટી દ્વારા બહાર પડાયેલા એક આદેશ અનુસાર, "આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગની ભલામણોને ધ્યાનમાં રાખીને પ્રોફેસર કનક સરકાર પાસેથી તાત્કાલિક ધોરણે શિક્ષણના અધિકાર છીનવી લેવાયા છે. 18 જાન્યુઆરીના રોજ બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠકમાં વૈકલ્પિક વ્યવસ્થા માટે નિર્ણય લેવાશે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાધવપુર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સુરંજન દાસે બુધવારે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, કનક સરકારને યુનિવર્સિટીના કેમ્પસમાં પ્રવેશ પર અને કોલેજમાં ક્લાસ લેવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ આદેશ તપાસ પુરી થવા સુધી ચાલુ રહેશે. આ અગાઉ તેમણે દાસની ટીકા કરતા જણાવ્યું હતું કે, તેમના નિવેદનથી આ સંસ્થાની પ્રતિષ્ઠા ખરડાઈ છે અને પ્રોફેસર સામે 'કડક' કાર્યવાહી કરાશે. 


હવે દુશ્મનોના દાંત ખાટા કરશે દેશમાં જ બનેલી 'K9 વજ્ર ટેન્ક'


ઉલ્લેખનીય છે કે, જાધવપુર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગના પ્રોફેસર કનક સરકારે જણાવ્યું હતું કે, "કુંવારી યુવતીઓ 'સીલબંધ બોટલ' કે 'પેકેટ' જેવી હોય છે." તેમણે પોતાના ફેસબુક પેજ પર રવિવારે આ ટિપ્પણી પોસ્ટ કરી હતી. ત્યાર બાદ તેમની ચારેકોરથી ટીકા થઈ હતી. ટીકા થયા બાદ તેમણે પોતાની આ પોસ્ટ દૂર કરી હતી, પરંતુ તેનો સ્ક્રીન શોટ વાયરલથઈ ગયો હતો.


પ્રોફેસરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "શું તમે તુટી ગયેલા સીલવાળી ઠંડા પીણાની બોટલ કે બિસ્કિટનું પેકેટ ખરીદાનું પસંદ કરશો? આ જ સ્થિતી તમારી પત્ની સાથે છે."


તેમણે જણાવ્યું હતું કે, "દરેક છોકરી જન્મથી જૈવિક રીતે સીલ્ડ હોય છે, જ્યાં સુધી આ સીલને ખોલવામાં આવતું નથી. કુંવારી યુવતીનો અર્થ થાય છે મૂલ્ય, સંસ્કૃતિ, યૌન સંબંધી આરોગ્ય સાથે જોડાયેલી અનેક બાબતોનું હોવું. મોટાભાગના છોકરાઓ માટે કુંવારી પત્ની ફરિશ્તા જેવી હોય છે."


ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો...