નવી દિલ્હી: સંશોધિત નાગરિકતા કાયદા (CAA)ની સામે ઉત્તર પશ્ચિમ દિલ્હીના જાફરાબાદ (Jafrabad) વિસ્તારમાં ફેબ્રુઆીમાં થયેલા પ્રદર્શનોનો સિલસિલામાં પોલીસે જામિયા કો-ઓર્ડિનેશન કમિટીના મીડિયા કો-ઓર્ડિનેટર સફૂરા જરગરની શનિવારે ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામિયા મિલ્લિયા ઇસ્લામિયામાં એમફિલની વિદ્યાર્થીની સફૂરા જરગર પર આરોપ છે કે, તેણે પ્રદર્શનો દરમિયાન જાફરાબાદ મટ્રો સ્ટેશન નજીક બ્લોકર લગાવ્યા હતા.


સૂત્રોના જણાવ્યા અનુસાર, સફૂરા પર આરોપ છે કે, તે પોતાની સાથે ટોળું લઇને જાફરાબાદ મેટ્રો સ્ટેશન પહોંચી હતી. તેણે જ જાફરાબાદ મેટ્રો સ્ટેશનના નહીં CAAના વિરોધમાં મહિલાઓને ભેગી કરી હતી. સફૂરા જાફરાબાદ મેટ્રો સ્ટેશન પર પ્રોટેસ્ટમાં ઘણી વખથ જોવા પણ મળી હતી.


­­­લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube