AP: YSR કોંગ્રેસ ચીફ જગનમોહન રેડ્ડી પર ચાકૂથી હુમલો, હુમલાખોરે પહેલા સેલ્ફી પણ લીધી
: આંધ્ર પ્રદેશના પ્રમુખ વિપક્ષી દળ વાઈએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગનમોહન રેડ્ડી પર એરપોર્ટ ઉપર જ એક કેન્ટીન વર્કરે હુમલો કરી દેતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે.
વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશના પ્રમુખ વિપક્ષી દળ વાઈએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગનમોહન રેડ્ડી પર એરપોર્ટ ઉપર જ એક કેન્ટીન વર્કરે હુમલો કરી દેતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલામાં રેડ્ડી (45)ના ડાબા ખભા પરથી લોહી નીકળતું જોવા મળ્યું હતું. પોલીસના જણાવ્યાં મુજબ હુમલાખોરનું નામ શ્રીનિવાસ છે અને તેણે ધાતુની બ્લેડ જેવા હથિયારથી હુમલો કર્યો. આ પ્રકારના હથિયારનો ઉપયોગ સામાન્ય રીતે મરઘાઓની લડાઈમાં તેમને ઉક્સાવવા માટે થતો હોય છે. પોલીસે તરત જ હુમલાખોરને પકડીને કસ્ટડીમાં લઈ લીધો છે.
MP: BSP સાથે મેળ ન પડ્યો, હવે આ એક સીટના કારણે કોંગ્રેસને બીજા સાથે પણ ગઠબંધનમાં મુશ્કેલી
'આયુષ્યમાન કાર્ડ રાખો ખિસ્સામાં, પૈસા ન હોય તો PM પાસેથી લઈ આવો', ડોક્ટરનો ઉદ્ધત જવાબ
આ અંગે ટીડીપી નેતા અને મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના પ્રવક્તાએ કહ્યું કે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે જગનમોહન રેડ્ડીએ તેમની પાર્ટી પર આરોપ લગાવ્યાં છે. પ્રવક્તાએ કહ્યું કે એરપોર્ટની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય એજન્સી પાસે હોય છે. અમે આ હુમલાની ટીકા કરીએ છીએ અને મામલાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. જો કે આ હુમલા સાથે જ એરપોર્ટ પર સુરક્ષા સ્તર પર વ્યાપેલી ખામીઓની એકવાર ફરીથી પોલ ખુલી ગઈ છે. આવું એટલા માટે કારણ કે મેટલ ડિટેક્ટરથી દરેક વ્યક્તિનું સ્કિનિંગ થતું હોય છે.