ભુવનેશ્વર: પુરીમાં કોરોના સંકટ વચ્ચે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની તૈયારી છે. જેમ કે આપણે જાણીએ છીએ કે આ રથયાત્રાના સમયે ભારે માત્રામાં ભીડ થાય છે પરંતુ સોમવારે સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કરી દીધું હતું કે આ રથયાત્રામાં ફક્ત 500 લોકો સામેલ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરી (Puri) માં રથયાત્રા સાથે જોડાયેલા અનુષ્ઠાન શરૂ થઇ ગયા છે અને મંદિર પરિસરને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યું છે. 


તમને જણાવી દઇએ કે સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ પુરીમાં મોટાપાયે કોરોના વાયરસ તપાસ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના દરમિયાન રથ ખેંચનાર લોકોને ફરજિયાત કોવિડ 19ની તપાસ કરાવવી પડશે અને રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તે યાત્રામાં ભાગ લઇ શકશે. એક અધિકારીએ આ જાણકારી આપી હતી. 


રથયાત્રામાં ત્રણ રથ સામેલ છે. ભગવાન જગન્નાથની નંદીઘોષ, ભગવાન બલભદ્રનો તાલદ્વજ, અને દેવી સુભદ્રાનો દર્પદલન. 

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube