Jahangirpuri Violence in Delhi: દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના અવસરે કાઢવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન ખુબ બબાલ થઈ. દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ શોભાયાત્રામાં લોકો પર પથ્થરમારો, આગચંપી અને ફાયરિંગની વાત સામે આવી છે. ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે છે અને હાલ સ્થિતિ કાબૂમાં છે. આ બધા વચ્ચે હિંસામાં ઘાયલ થયેલા દિલ્હી પોલીસના એસઆઈએ જણાવ્યું કે આખરે તે સમયે શું ઘટનાક્રમ ઘટ્યો હતો.  બીજી બાજુ ભાજપની દિલ્હી યુનિટના નેતાઓએ જુલુસ દરમિયાન થયેલા ઘર્ષણને ષડયંત્ર ગણાવ્યું છે અને ઘટનામાં ગેરકાયદેસર પ્રવાસીઓ રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓની ભૂમિકાની તપાસ પર માગણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના ગંભીર આરોપ
ભાજપ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તા અને પાર્ટી સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે જુલુસ પર હુમલો એ અચાનક ઘટેલી ઘટના નથી પરંતુ ષડયંત્ર હતું. ભાજપના નેતા કપિલ શર્માએ પણ આરોપ લગાવ્યો કે જુલુસ પર પથ્થરમારો એક આતંકવાદી હુમલો હતો. તેમણે દેશમાંથી ગેરકાયદેસર પ્રવાસીઓને તત્કાળ બહાર કાઢી મૂકવાની માગણી કરી. આદેશ ગુપ્તાએ કહ્યું કે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રીને મળશે અને તેમની પાસે હિંસાની તપાસના આદેશ આપવાની માગણી કરશે. તેમણે એવો પણ સવાલ કર્યો કે દિલ્હીમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓની વસ્તીને પાણી અને વીજળી કનેક્શન કેવી રીતે અપાયા? તેમણે એક વીડિયો સંદેશમાં કહ્યું કે હું મુખ્યમંત્રી કેજરીવાલને પૂછવા માંગુ છું કે તેઓ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓને પાણી અને વીજળી કેમ ઉપલબ્ધ  કરાવે છે?


ભાજપના નેતા કપિલ મિશ્રાએ એમ પણ કહ્યું કે ગેરકાયદેસર પ્રવાસીઓના દસ્તાવેજોની તપાસ થવી જોઈએ અને તેમને તરત કાઢી મૂકવા જોઈએ. હનુમાન જયંતી જુલુસ પર હુમલો એક સંયોગ નહીં પરંતુ પ્રયોગ હતો. આ એક આતંકવાદી હુમલો હતો. બાંગ્લાદેશી ઘૂસણખોરોની વસ્તીઓ હવે હુમલામાં સામેલ છે. 


10 લોકોની અટકાયત
જહાંગીરપુરીમાં થયેલી હિંસા મામલે તપાસ રિપોર્ટ MHA ને પણ સોંપવામાં આવશે. દિલ્હી પોલીસે આર્મ્સ એક્ટ, રાઈટ્સ અને હત્યાની કોશિશમાં કેસ દાખલ કર્યો છે. જેમાં તોફાન કરવાની, સરકારી કામમાં વિધ્ન નાખવાની, સંપત્તિઓને નુકસાન પહોંચાડવા સહિત અનેક કલમો હેઠળ કેસ દાખલ થયો છે. ઘાયલ પોલીસકર્મીઓના નિવેદનો લેવાઈ રહ્યા છે. તેમના નિવેદનોના આધારે આરોપીઓની ઓળખ કરવાની તૈયારી છે. તાજા અપડેટ મુજબ પોલીસ ટીમે અત્યાર સુધીમાં 10 લોકોની અટકાયત  કરી છે. 


પોલીસે શું કહ્યું તે જાણો
આ કેસના સૌથી પહેલા મેઘા લાલ જેમને ઝઘડાની જાણ થતા ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા તેમણે ત્યાં હાજર તોફાની તત્વોની ભીડમાંથી કેવી રીતે ગોળી છૂટી અને આર પાર થઈ ગઈ તે વિશે જણાવ્યું. ઝી ન્યૂઝના સંવાદદાતા નીરજ ગૌડ સાથે થયેલી વાતચીતમાં ઘાયલ સબ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે 6 પોલીસકર્મી ઘાયલ થયા છે. જેમા એક પોલીસકર્મી સબ ઈન્સ્પેક્ટર મેઘાલાલ મીણાના હાથમાં બુલેટ ઈન્જરી છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ બુલેટ ઈન્જરી કેવી રીતે થઈ. હાલ મેઘાલાલની હાલત આઉટ ઓફ ડેન્જર છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube