ભાપોલ: બસપા સાથે ગઠબંધન ન થયા બાદ કોંગ્રેસ આદિવાસી સમુદાય સાથે જોડાયેલી જય આદિવાસી યુવા શક્તિ (જયસ)થી ચૂંટણી ગઢબંઝન કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પરંતુ આ સંગઠનના નેતા ડો. હીરાલાલ અલાવા (35) કોંગ્રેસ પાસે ગઠબંધન માટે 40 બેઠકોની માંગ કરી હતી. ત્યારબાદ તેમની વચ્ચે ગઠબંધન થયું ન હતું, પરંતુ શનિવારે જ્યારે કોંગ્રેસે પહેલી યાદી જાહેર કરી તે પહેલા તો લોકોના નામના સ્પેલિંગમાં ભૂલના કારણે થોડો ભ્રમ થઇ ગયો હતો પરંતુ જ્યારે નજર સમક્ષ આવ્યું કે જયસના ડો. હીરાલાલ અલાવા તેમનું સંગઠન છોડી પોતે જ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનામાં ઉતરી ગયા છે. ડો. અલાવા એમ્સમાં ડોકટર હતા અને નોકરી છોડી રાજકિય કરિયર બનાવવા રાજકારણમાં કુદી પડ્યા છે. મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી થવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ ઇન્ડિયન એકસ્પ્રેસના રિપોર્ટ અનુસાર કોંગ્રેસે ડો. હીરાલાલ અલાવાને માનાવાર બેઠકથી તેમનો ઉમેદવાર બતાવ્યો છે. જોકે પહેલા આ વાતની ચર્ચા થઇ રહી હતી કે તેઓ આદિવાસી બાહુલ્ય બેઠક કુછીથી ચૂંટણી લડવા માંગે છે. જયસ આ બેઠકને લઇ એટલામાટે અડગ હતી કેમકે જયસનું હેડક્વાર્ટર આ બેઠકની અંતર્ગત આવે છે અને ત્યાં તેમનું સારો પ્રભાવ માનવામાં આવે છે. પરંતુ કોંગ્રેસે આ સીટ પર ગત ત્રણ દશકોથી કબ્જો જમાવ્યો છે. માટે કોંગ્રેસે તેના પર તેમની દાવેદારી છોડી નહીં અને ગત વખતે જીતેલા ઉમેદવારને ફરી ટિકિટ આપી છે.


જયસ
‘અબકી બાર મધ્ય પ્રદેશમાં આદિવાસી સરકાર’ના નારો આપનાર જયસના રાષ્ટ્રીય સંરક્ષક ડો. હીરલાલ અલાવાએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, જયસે બે ઓક્ટોબરે ઘોર જિલ્લામાં કૃક્ષીમાં ખેડુત પંચાયત કરી હતી. જેમાં એક લાખથી વધારે આદિવાસી યુવા શામેલ થયા હતા. તેનાથી અમે જણાવી દીધું કે માલવા-નિમાડમાં અમારી શું તાકાત છે.


રાજકિય પંડિતોના અનુસાર પશ્ચિમ મધ્ય પ્રદેશ સ્થિત માલવા-નિમાડની 66 વિધાનસભામાંથી બેઠકમાંથી 28 આદિવાસી બાહુલ્ય સીટો પર તેમની પકડ મજબૂત કરવા માટે કોંગ્રેસે ડો. અલાવાને તેમની તરફ ખેચી લીધા છે. ખરેખર આ 28 બેઠકોમાંથી 22 બેઠકો અનુસૂચિત જનજાતિન માટે આરક્ષિત છે અને આ 22 બેઠકોમાંથી કોંગ્રેસની ખોળામાં વર્તમાનમાં માત્ર 5 બેઠકો જ છે.


માલવા-નિમાડ ઝોન
વર્ષ 2013ની ગત વિધાનસભા ચૂંટણીમાં માલવા-નિમાડની આ 66 બેઠકોમાંથી ભાજપની 56 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે માત્ર 9 બેઠકોથી સંતોષ કરવો પડ્યો હતો. ભાજપના બાગી નેતાના ખાતામાં એક સીટ આવી હતી જેમાં તેમની પાર્ટીથી ટિકિટ ન મળવાના કારણે બિન-પક્ષી ઉમેદવારના રૂપમાં ચૂંટણી લડી હતી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...