જજે કહ્યું- આવી પત્ની ભરણપોષણની હકદાર નથી, જયપુરનો છે જબરદસ્ત કેસ
Judgement : પતિ પાસેથી ડિવોર્સ બાદ ભરણપોષણની માંગ કરતી પત્નીને જયપુરની એક કોર્ટે ઠપકોઆપીને કહ્યું કે, લગ્ન પછી અન્ય પુરુષ સાથે ગેરકાયદેસર સંબંધ રાખવો એ કાયમી ભરણપોષણનો આધાર નથી
Rajasthan News : તમે પતિ સામે કોર્ટમાં જાઓ તો ભરણપોષણ મળી જશે. ઘણા વકીલો છાતી ઠોકીને દાવો કરે છે કે મારી જવાબદારી. જયપુરની એક અદાલતે પતિ પાસેથી ભરણપોષણની માગણી કરનારપત્નીની અરજી ફગાવી દીધી હતી. ન્યાયાધીશે કહ્યું કે લગ્ન પછી અન્ય પુરુષ સાથે ગેરકાયદેસર સંબંધ રાખવો એ કાયમી ભરણપોષણનો આધાર નથી.
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં જયપુરની ફેમિલી કોર્ટે પતિ દ્વારા ભરણપોષણ માટે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી. આ મામલો પતિ પાસેથી ભરણપોષણની રકમની માંગણી કરતી પત્નીનો હતો, જેણે લગ્ન પછી પણ અન્ય યુવક સાથે અફેર જાળવી રાખ્યું હતું. ન્યાયાધીશ વીરેન્દ્ર કુમાર જસૂજાએ આ કેસમાં ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે લગ્ન પછી પત્નીના અન્ય પુરુષ સાથેના ગેરકાયદેસર સંબંધો સ્થાયી ભરણ પોષણનો આધાર નથી બની શકતા.
હું રવિવારે કામ નથી કરતો... આવું કહીને આ એક્ટરે મોટી ફિલ્મને મારી હતી લાત!
પત્નીને 40 લાખ રૂપિયા અને 30 તોલા સોનું જોઈતું હતું
મહિલાએ કોર્ટમાં 40 લાખ રૂપિયા અને 30 તોલા સોનાની માંગણી કરી હતી. તેણે કહ્યું કે તેના પતિ ટેલિકોમ વિભાગમાં કામ કરે છે અને તેને સ્થાયી ભરણપોષણ મળવું જોઈએ. જો કે, પતિએ કોર્ટમાં સાબિત કર્યું કે પત્ની લગ્ન પહેલાં જ પડોશના એક યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી અને લગ્ન પછી પણ આ અફેર ચાલુ હતું. તેના આધારે કોર્ટે 2019માં પતિને માનસિક ક્રૂરતાનો શિકાર માનીને તલાકનો આદેશ આપ્યો હતો.
પતિએ કોર્ટમાં પોતાની દર્દનાક સ્ટોરી સંભળાવી
પતિએ એમ કહીને તેની સ્થિતિ સ્પષ્ટ કરી કે તે એક કારકુન છે અને તેની જવાબદારીઓમાં તેની સ્વર્ગસ્થ પત્નીના પુત્ર અને તેની બીમાર માતાની સંભાળ લેવાનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં તે સ્થાયી ભરણપોષણ આપવામાં અસમર્થ છે. પતિની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે મહિલાની અપીલ ફગાવી દીધી હતી. આ નિર્ણયે ફરી એકવાર કાનૂની દૃષ્ટિકોણથી લગ્ન પછીના સંબંધોની ગંભીરતાને ઉજાગર કરી છે.
ગુજરાતના માથે ફરી વાવાઝોડા જેવી સિસ્ટમ! ટાઈમલાઈનમાં જુઓ કેટલા વાગે, કયા કયા શહેરો પર ત્રાટકશે