ગુજરાતના માથે ફરી વાવાઝોડા જેવી સિસ્ટમ! ટાઈમલાઈનમાં જુઓ કેટલા વાગે, કયા કયા શહેરો પર ત્રાટકશે

Today Weather Report: અરબી સમુદ્રમાં નવી ચક્રવાતી સિસ્ટમ સર્જાઈ છે. ચક્રવાતી તોફાન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર-ગુજરાતમાં ફરી તબાહી સર્જાઈ શકે છે, IMDનું રેડ એલર્ટ

27 સપ્ટેમ્બરે રાતના 8 કલાક :

1/4
image

ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં સાયક્લોનિક સરક્યુલેશનની અસર સતત જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે ચક્રવાતી પરિભ્રમણ પશ્ચિમ તરફ આગળ વધ્યા પછી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું હતું. આ સિવાય ગોવા માટે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. (Image : Windy.com)

27 સપ્ટેમ્બરે તારીખ અને બપોરના 1 વાગ્યા સુધી :

2/4
image

સાયક્લોનિક સરક્યુલેશન પશ્ચિમ તરફ આગળ વધતાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આજે ભારે વરસાદ પડશે. "અમે કોંકણ ગોવા, ગુજરાત પ્રદેશ અને મહારાષ્ટ્ર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. windy.com ના અનુસાર, મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થયું છે, જેની સીધી અસર ગુજરાતના ભાગો પર થઈ રહી છે. સવારે 6 થી 10 વાગ્યા સુધી 63 તાલુકામાં વરસાદ પડ્યો છે. આ સિસ્ટમ મહારાષ્ટ્રમાં છે, પણ તેની અસર ગુજરાતમાં છે. આ સિસ્ટમ અરબી સમુદ્રની સાથે સીધી મહારાષ્ટ્રના ભાગ સાથે સંકળાયેલી છે. (Image : Windy.com)

28 સપ્ટેમ્બરે સવારના 8 કલાક :

3/4
image

હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, નવરાત્રિ સમયે ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતા છે. જોકે તે અંગે આગામી દિવસમાં જાહેરાત કરાશે. જોકે હાલ નવરાત્રી સમયે છુટા છવાયા વરસાદની કરાઈ આગાહી છે. હાલ રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. બે દિવસ ભારે વરસાદની આગાહી છે. હાલ બે સિસ્ટમ સક્રિય જેને લઈને વરસાદી માહોલ છે. સાયકલોનીક સર્ક્યુંલેશન અને ટ્રફને લઈને સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. નવરાત્રિ સમયે સૌરાષ્ટ્ર સિવાય છુટા છવાયા વિસ્તારમાં વરસાદ રહેશે. (Image : Windy.com)

28 સપ્ટેમ્બર બપોરના 1 કલાક :

4/4
image

આજે નર્મદા, તાપી, સુરત, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી રેડ એલર્ટ સાથે વરસાદ આવશે. તો છોટાઉદેપુર, વડોદરા, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ છે. બીજા દિવસ વરસાદની તીવ્રતા ઘટશે. 

(Image : Windy.com)