શ્રીનગર : કાશ્મીરમાં રહેલા જવાનોની વિરુદ્ધ ફિદાયીન હૂમલા માટે પાકિસ્તાનની આઇએસઆઇ, જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓને ચીનમાં બનેલ સ્ટીલ બુલેટ આપવામા આવી રહી છે. ગુપ્તચરએજન્સીઓનાં અનુસાર ગત્ત થોડા મહિનાઓમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ પોતાનાં દરેક હૂમલામાં સ્ટીલ બુલેટનો ઉપયોગ કર્યો છે. આ બુલેટની દુખદ બાબત છે કે તે આપણાં જવાનોનાં બુલેટપ્રુફ જેકેટને પણ ભેદી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસ એજન્સીઓનાં અનુસાર પુલવામાં આત્મઘાતી હૂમલા મુદ્દે ત્રાલમાં થયેલા આતંકવાદી હૂમલામાં પણ જૈશ એ મોહમ્મદે આ સ્ટીલ બુલેટનો ઉપયોગ કર્યો હતો. કાશ્મીરમાં ફરજંદ સુરક્ષા સાથે જોડાયેલા એક અધિકારીએ ઝી ન્યુઝને જણાવ્યું કે, જૈશ એ મોહમ્મદે ગત્ત 6 મહિનામાં દરેક મોટા હૂમલામાં સ્ટીલ બુલેટનો ઉપયોગ કર્યો છે. આ બુલેટ એકે47 રાઇફલમાંથી પણ ઉપયોગમાં લઇ શકાય છે. આતંકવાદીઓ પોતાની મેગેઝીનમાં 2-3 સ્ટીલ બુલેટનું કોમ્બિનેશન રાખે છે અને જરૂર પડે ત્યારે તેઓ આપણા જવાનો પર હૂમલો કરે છે. ઘણી વાર આ બુલેટ આર્મ્ડ બુલેટપ્રુફ જેકેટને પણ ભેદી શકે છે. 

ગત્ત વર્ષે 27 ડિસેમ્બરે જમ્મુ કાશ્મીરનાં લેથપુરામાં થયેલા આત્મઘાતી હૂમલામાં જૈશ એ મોહમ્મદનાં આતંકવાદીઓએ સ્ટીલ બુલેટનો ઉપયોગ કર્યો હતો. કાશ્મીરે પહેલીવાર આતંકવાદીઓનાં કાવત્રાની  માહિતી આ હૂમલા બાદ જ જાણ થઇ હતી. એજન્સીનાં અનુસાર આતંકવાદીઓનાં સ્ટીલ બુલેટ એટલે કે આર્મ્ડ પાયરસિંગ બુલેટનાં ખતરાને ખુબ જ ગંભીરતાથી લેવાયો છેઅને તેની તપાસ ચાલી રહી છે. વીઆઇપીની સુરક્ષામાં બુલેટપ્રુફ ગાડીઓનો ઉપયોગ થાય છે અને તેવામાં આતંકવાદી હરકતોને ધ્યાને રાખી નવી રણનીતિ હેઠળ વીઆઇપી સુરક્ષાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. 

કાશ્મીરમાં ફરજંદ વધારે એક અધિકારીએ જણાવ્યું કે, ગત્ત વર્ષે ડિસેમ્બરમાં પુલવામાં જ એક જૈશ એ મોહમ્મદના કમાન્ડર નૂર મોહમ્મદ તંત્રે યાની પીર બાબાનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એજન્સીઓને શંકા છે કે કાશ્મીરમાં સ્ટીલ બુલેટ લાવનારા કોઇ અન્ય નહી પરંતુ નૂર મોહમ્મદ તંત્ર છે. નૂર મોહમ્મદ તંત્રએ સ્ટીલ બુલેટની ખેપને જૈશ એ મોહમ્મદના બાકી આતંકવાદીઓ સુધી પહોંચાડી દીધી, જે કાશ્મીરમાં હાજર છે. આ આતંકવાદીઓને જણાવવામાં આવ્યું કે કઇ પદ્ધતીથી અને ક્યારે આ સ્ટીલ બુલેટનો ઉફયોગ સુરક્ષા દળો વિરુદ્ધ કરવાનો છે. જૈશ એ મોહમ્મદ સુરક્ષા એઝન્સીઓનાં કેમ્પમાં હૂમલા દરમિયાન પણસ્ટીલ બુલેટનો ઉપયોગ કરે છે. 

ગુપ્તચર એજન્સીઓે શંકા છે કે ચીની સ્ટીલ બુલેટને પાકિસ્તાનની ઓ્ડિનન્સ ફેક્ટ્રીઓમાં બનાવાઇ રહી છે. સમગ્ર વિશ્વમાં આ પ્રકારની બુલેટ પ્રતિબંધિત છે, જો કે હવે આતંકવાદીઓ સુધી આ બુલેટની પહોંચ બની ચુકી છે. આતંકવાદીઓ આ સ્ટીલ બુલેટનો ઉપયોગ એકે-47 રાઇફલ દ્વારા પણ કરી રહ્યા છે. અત્યાર સુધી સુરક્ષાદળોની પાસે જે બુલેટ જેકેટ અને શીલ્ડ છે સ્ટીલ બુલેટને સહન કરવા માટે અયોગ્ય છે.