નવી દિલ્હી: આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ તાલિબાન સાથે મળીને ભારત પર મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓના એક રિપોર્ટ મુજબ પીઓકેમાં ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં કરાયેલી એર સ્ટ્રાઈક અગાઉ જૈશ ચીફ મૌલાના મસૂદ અઝહરે તાલિબાન, હક્કાની જૂથોના કમાન્ડરો સાથે એક બેઠક કરી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે જૈશ તાલિબાન સાથે મળીને ભારત અને અફઘાનિસ્તાનમાં હુમલા કરશે. ગુપ્તચર એજન્સીઓના આ રિપોર્ટ બાદ સુરક્ષા એજન્સીઓ સતત જૈશની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષા સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યાં મુજબ જૈશના ચીફ મસૂદ અઝહર અને તાલિબાની આતંકીઓ વચ્ચે 15-20 ડિસેમ્બર દરમિયાન બેઠક યોજાઈ હતી, જેમાં જૈશ અને તાલિબાને મળીને એક સાથે ભારત પર આતંકી હુમલો કરવાનો પ્લાન બનાવ્યો છે. ઈનપુટ મુજબ તાલિબાન જૈશના આતંકીઓને મોટા હુમલા કરવા માટે ટ્રેનિંગ આપશે.


પંડિત નહેરુના આ નિર્ણયને અમિત શાહે ગણાવ્યો 'કેન્સર'-કહ્યું-અત્યાર સુધી ભારત ભોગવે છે


ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ જૈશે જ્યાં તાલિબાન સાથે મળીને ભારત પર હુમલાની યોજના બનાવી છે ત્યાં એ ખતરો અફઘાનિસ્તાનમાં પણ સતત તોળાઈ રહ્યો છે. એજન્સીઓને શક છે કે અફઘાનિસ્તાનમાં ભારતીયોના ઠેકાણા અને ઈન્સ્ટોલેશન પર તાલિબાનના હુમલાનો ભય છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યાં મુજબ પાકિસ્તાનની આઈએસઆઈ સતત જૈશ, તાલિબાન અને હક્કાની જૂથો સાથે બેઠક કરી રહી છે જેથી કરીને ભારતને અફઘાનિસ્તાનમાં ફટકો મારી શકાય. 


સુરક્ષા એજન્સી સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યાં મુજબ આઈએસઆઈ છેલ્લા કેટલાક મહિનાઓથી જૈશ, હક્કાની અને તાલિબાનને એકસાથે લાવવા માંગતી હતી. જ્યારથી અમેરિકાએ તાલિબાન સાથે મળીને અફઘાનિસ્તાનમાં વાતચીતનો દોર શરૂ કર્યો છે, આઈએસઆઈ આ તકનો લાભ ઉઠાવવામાં લાગી છે. તે તાલિબાની આતંકીઓને ભારતમાં હુમલા માટે ઉક્સાવી રહી છે. આથી આઈએસઆઈએ આ આતંકી જૂથો સાથે બેઠક કરાવી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...