નવી દિલ્હી: સમુદ્રમાં તરતા વિશાળ ટાપુ જેવી...વર્લ્ડ ક્લાસ શાનદાર ક્રુઝશિપ 'કર્નિકા'ની સેવાઓ હવે ભારતમાં પણ શરૂ થઈ ગઈ છે. જલેશ ક્રુઝની આંતરરાષ્ટ્રીય સ્તરની કર્નિકા ક્રુઝશિપ 14 માળની શાનદાર ક્રુઝ છે. લગભગ 2700 મુસાફરોની ક્ષમતાવાળી આ કર્નિક ક્રુઝની લંબાઈ 250 મીટર છે. સમુદ્ર પર તરતી આ ક્રુઝ કોઈ 7 સ્ટાર હોટલ કરતા પણ વધુ શાનદાર છે. ગોવાના +ક્રુઝ ટર્મિનલ પર લાગેલા જેલેશ ક્રુઝની ભવ્યતાને જોઈને એક અલગ જ અનુભવ થાય છે. ભારતના પહેલા શાનદાર ક્રુઝશિપ કર્નિકાએ પોતાની મેડન વોયેજ એટલે કે પહેલી મુસાફરી પણ પૂરી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુસાફરો માટે 'સ્વર્ગનો યાદગાર અનુભવ' 
ગત સાંજે મુંબઈથી ઓવરનાઈટ જર્ની પૂરી કરીને ક્રુઝ સવારે ગોવા પહોંચ્યું હતું. જલેશ ક્રુઝની ક્રુઝશિપ ભારતમાં હવે લોન્ચ થઈ ગઈ છે અને તેની સાથે જ ટુરિઝમે નવી ઊંચાઈ આંબી છે. આ ક્રુઝ યાત્રાનો લાભ ઉઠાવનારા મુસાફરો માટે આ અનુભવ એકદમ યાદગાર રહ્યો. ક્રુઝ પર પોતાનો બર્થડે ઉજવીને પાછી ફરેલી અક્ષતા માલીનું કહેવું છે કે બર્થડે મનાવવા માટે તેઓ ક્રુઝ પર આવ્યાં હતાં. જે ખુબ સારો અનુભવ રહ્યો. જીવનભર યાદ રહેશે. અન્ય એક મુસાફર દીપકનું કહેવું છે કે ખુબ શાનદાર ક્રુઝ છે અને દેશમાં પહેલીવાર શરૂ થયેલી આ યાત્રાનો હું સાક્ષી રહ્યો. 


ક્રુઝ પર યાત્રીઓના આનંદ પ્રમોદ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેનાથી યાત્રીઓ ખુબ પ્રભાવિત થયા હતાં. હિમાંશુ પટેલ નામના એક યાત્રીનું કહેવું છે કે દેશના પહેલા પ્રિમિયમ ક્રુઝનો હું સાક્ષી રહ્યો તે અનુભવ સારો રહ્યો. પર્પલ અને પિંકિંશ રંગનો ખુબ જ આકર્ષક કર્નિક ક્રુઝ અરબ મહાસાગરમાં તરતા કોઈ સ્વર્ગથી ઉતરતો નહતો. સમુદ્ર પર તરતી આ સેવન સ્ટાર હોટલથી પણ વધુ શાનદાર છે. જે જુએ તેની આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે. 14 માળની ક્રુઝ શિપમાં પ્રવેશ કરતા જ આખી દુનિયાની સુંદરતા આંખો સામે નજરે ચડે છે. ક્રુઝ શિપમાં શોપિંગની સુવિધિ માટે શાનદાર શોપિંગ મોલ પણ છે. ખુબ જ આકર્ષક રેસ્ટોરામાં દેશી વિદેશી ડિશીઝ મુસાફરીમાં ચાર ચાંદ લગાવે છે.


દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...