ચંદીગઢ: પંજાબ (Punjab) સ્થિત જલિયાવાલા બાગ (Jalian Wala bagh ) સ્મારકના પુનર્નિર્મિત એટલે રિનોવેટેડ પરિસરનું આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા પરિસરનું ઉદઘાટન કરી તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. ઉદઘાટન કાર્યક્રમમાં પરિસરને સારું બનાવવા માટે સરકાર તરફથી ભરવામાં આવેલા પગલાંને પણ દર્શાવવામાં આવશે. આ દરમિયાન તેમણે કહ્યું કે નવું પરિસર નવી પેઢીને પ્રેરણા આપશે. જલિયાવાલા બાગ આઝાદીની લડાઇનું પ્રતિક છે. આ હંમેશા આઝાદી માટે આપવામાં આવેલી કુરબાનીને યાદ અપાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે જલિયાવાલા બાગનું કેન્દ્રીય સ્થળ ગણતા 'જ્વાલા સ્મારક'ના સ્મારકની સાથે-સાથે તેનું પુનર્નિમાર્ણ કરવામાં આવ્યું છે. અહીં સ્થિત તળાવને એક 'લિલી તળાવ'ના રૂપમાં ફરીથી વિકસિત કરવામાં આવ્યું છે, અને લોકોને અવર-જવરમાં સુવિધા રહે તે માટે અહીંના રસ્તા પહોળા કરવામાં આવ્યા છે. 

IRCTC Rules: Confirm Ticket કેન્સલ કરતાં જાણી લો આ નિયમો, કેટલું મળશે રિફંડ


જલિયાવાલા બાગની બિલ્ડીંગ લાંબા સમયથી બેકાર પડી હતી. તેનો ઉપયોગ પણ ખૂબ ઓછો હતો. એટલા માટે બિલ્ડીંગોને ફરીથી ઉપયોગમાં લેવા માટે ચાર મ્યુઝિયમ ગેલરી બનાવવામાં આવી છે. આ ગેલેરી તે સમયગાળા દરમિયાન પંજાબમાં ઘટિત વિભિન્ન ઘટનાઓના વિશેષ ઐતિહાસિક મહત્વને દર્શાવે છે. આ ઘટનાઓને બતાવવામાં આવશે. આ દરમિયાન મેપિંગ અને 3ડી ચિત્રણ સાથે-સાથે કલા તથા મૂર્તિકલા જેવી વસ્તુઓને બતાવવામાં આવશે. 


આ ઉપરાંત જલિયાવાલા બાગમાં એક થિયેટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં એકસાથે 80 લોકોને બેસવાની ક્ષમતા છે. આ થિયેટરમાં ડિજિટલ ડોક્યૂમેંટ્રી બતાવવામાં આવશે. તેના માટે જલિયાવાલા બાગ નરસંહાર પર ડિજિટલ ડોક્યૂમેંટ્રી તૈયાર કરવામાં આવી છે. તેમાં ગેટથી અંગ્રેજી સેનાના પ્રવેશથી લઇને જલિયાવાલા બાગમાં બેઠેલા નિર્દોષ લોકો પર ગોળીઓ ચલાવવા સુધીની ઘટના કેદ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube