નવી દિલ્હીઃ હાલમાં જામિયા યુનિવર્સિટીની બહાર ફાયરિંગ કરનાર સગીરે જે વ્યક્તિ પાસેથી હથિયાર ખરીદ્યું હતું, દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે તે વ્યક્તિની ધરપકડ કરી છે. હથિયાર સપ્લાય કરનારનું નામ અજીત છે અને તે જેવરમાં રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજીત પાસેથી તે સગીરે 10 હજાર રૂપિયામાં હથિયાર ખરીદ્યુ હતું. વ્યક્તિએ ફાયરિંગ બાદ જામિયા વિસ્તારમાં સનસની ફેલાવી દીધી હતી. પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં નાખી દીધો હતો. 


જો કોર્ટ તરફથી મંજૂરી આપવામાં આવશે તો આરોપી સગીરની ઉંમરની તપાસ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં કરવામાં આવશે. સૂત્રો પ્રમાણે આગામી 14 દિવસ સુધી પોલીસ તેની પૂછપરછ કરવા સક્ષમ નહીં હોય. પોલીસે યુવકની પૂછપરછ કરી હતી પરંતુ હવે તેની સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવશે. 


શાહીન બાગ સંયોગ નહીં, રાષ્ટ્રની એકતાને ખંડિત કરવાનો પ્રયોગ છેઃ પીએમ મોદી


ગોળીબારી બાદ રસ્તા પરથી મળી હતી લાલ બેગ
જામિયા ગોળી કાડમાં ફાયરિંગ કરનાર યુવક સાથે જોડાયેલી એક લાલ બેગ મળી છે. ઘણા વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ છે, જેમાં યુવકને આ બેગની સાથે જોઈ શકાય છે. તેને લઈને સવાલ ઉઠી રહ્યાં છે કે આખરે બેગમાં શું છે. 


ગોળી ચલાવતા પહેલા તેણે પોતાની ફેસબુક પ્રોફાઇલ પર કેટલાક લાઇવ વીડિઓ અપલોડ કર્યાં હતા, જેમાં તેના ખભા પર લાલ કલરનું બેગ જોઈ શકાય છે. ગોળીબારીની ગટના બાદ આ બેગ રસ્તા પરથી મળ્યું હતું. 


શું છે સંપૂર્ણ ઘટનાક્રમ?
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે જામિયા મિલ્લિયા ઇસ્લામિયાથી રાજઘાટ સુધી માર્ચ દરમિયાન એક યુવકે ફાયરિંગ કર્યું હતું. યુવકના ગોળીબારમાં એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...