શાહીન બાગ સંયોગ નહીં, રાષ્ટ્રની એકતાને ખંડિત કરવાનો પ્રયોગ છેઃ પીએમ મોદી

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચારમાં ધાર આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યાં છે. 

શાહીન બાગ સંયોગ નહીં, રાષ્ટ્રની એકતાને ખંડિત કરવાનો પ્રયોગ છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ  વિધાનસભાની ચૂંટણી બાદ દિલ્હીમાં પોતાની પ્રથમ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલ સરકાર પર હુમલો કર્યો હતો. પીએમે દિલ્હીના વિકાસ માટે કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલા કામો ગણાવતા શાહીન બાગનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સીલમપુર, જામિયા અને પછી શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શનની પાછળ ષડયંત્ર ગણાવતા કહ્યું કે, દિલ્હીને આ અરાજકતામાં ન છોડી શકાય બાકી કાલે અન્ય કોઈ રસ્તાને બંધ કરી દેવામાં આવશે. પીએમે સર્જિકલ સ્ટ્રાઇકના પૂરાવા માગવા અને બિહારની બસોને દિલ્હીમાં પ્રવેશ ન આપવાને લઈને પણ કેજરિવાલ પર નિશાન સાધ્યું હતું. 

શાહીન બાગ સંયોગ નહીં- પીએમ મોદી
દિલ્હીમાં ચૂંટણી સભાને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, નાગરિકતા કાયદા વિરુદ્ધ સીલમપુર હોય, જામિયા અને શાહીન બાગમાં પ્રદર્શન હોય. આ પ્રદર્શન સંયોગ નથી, એક પ્રયોગ છે. તેની પાછળ રાજનીતિની એક એવી ડિઝાઇન છે જે રાષ્ટ્રની એકતાને ખંડિત કરવા ઈચ્છે છે. એક કાયદાનો માત્ર વિરોધ હોય તો સરકારના આશ્વાસન બાદ પૂરો થઈ જવો જોઈએ. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ રમત રમી રહી છે. દેશના ટુકડે-ટુકડે કરવાના વિચાર ધરાવતા લોકોને આ લોકો બચાવી રહ્યાં છે. 

જવાનોએ કરી સર્જિકલ સ્ટ્રાઇક
પીએમ મોદીએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઇક પર અહીં દિલ્હીમાં આપણી સેના પર સવાલ કરનારા લોકો હતો. આ લોકો શંકા કરી રહ્યાં હતા કે આતંકીઓને ઘરમાં ઘુસીને માર્યા હતા કે નહીં. આ સાથે પીએમે કહ્યું કે, વિશ્વમાં ભારતની શક્તિને વધારવામાં બિહારના લોકોનું ઘણું યોગદાન રહ્યું છે. કેટલાક લોકો રાજનીતિ બદલવા આવ્યા હતા, તેનો નકાબ ઉતરી ગયો છે. 

હવે બેન્કમાં તમારા પૈસા ડૂબશે નહીં- પીએમ મોદી
વડાપ્રધાને ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું કે, અમે બેન્કોને મજબૂત કરી રહ્યાં છીએ, બેન્કોની સેવાઓ દેશના લોકો માટે વધુ સુવિધાનજક બનાવી રહ્યાં છીએ. બેન્કમાં જમા તમારા પૈસાને વધુ સુરક્ષા આપવા માટે ડિપોઝિટ પર ગેરંટી 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, જીએસટીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગની જરૂરીયાતની આશરે 99 ટકા વસ્તુ પર પહેલા જ ટેક્સ ઘટી ગયો છે. પહેલા સરેરાશ જીએસટી દર 14.4 ટકા હતો. હવે તેને ઘટાડીને 11.8 ટકા પર લાવવામાં આવ્યો છે. આ કારણે ગરીબો-મધ્યમ વર્ગના આશરે 2 લાખ કરોડ રૂપિયા વાર્ષિક બચી રહ્યાં છે. 

બજેટમાં મધ્યમ વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું- પીએમ
વડાપ્રધાને કહ્યું કે, આ બજેટમાં તે વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે મધ્યમ વર્ગના હાથમાં વધુ પૈસા બચે. નવો ટેક્સ સ્લેબ પણ લાવવામાં આવ્યો છે. આ સાથે પીએમે કહ્યું કે, ભાજપનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે, વ્યાપારીઓની મુશ્કેલી ઓછી થાય અને તે ખુલીને પોતાનું કામ કરે. 5 કરોડ સુધીના ટર્ન ઓવર વાળા વ્યાપારીઓને ઓડિટથી મુક્તિ મળશે. વ્યાપારીને ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટર પરેશાન ન કરે, તેથી માનવીય દખલને પૂરી કરવામાં આવી રહી છે. વ્યાપારીઓ માટે ઘણા પગલા ભરવામાં આવ્યા છે. હવે દિલ્હી સહિત દેશના વ્યાપારીઓએ સીએને શોધવા પડશે નહીં.

— ANI (@ANI) February 3, 2020

દિલ્હીના લોકો હજુ પણ લોકપાલની રાહ જોઈ રહ્યાં છેઃ પીએમ
પીએમ મોદીએ કહ્યું કે, પહેલીવાર, 50 કરોડ ગરીબોને 5 લાખ સુધીની ફ્રી સારવારની સુવિધા મળી છે. પહેલી વાર 10 કરોડ ગરીબ પરિવારોને ટોયલેટની સુવિધા પહોંચી છે. પ્રથમવાર 8 કરોડ ગરીબ બહેનોને રસોઈ ગેસનું ફ્રી કનેક્શન પહોંચ્યું છે. પીએમે કહ્યું કે, પ્રથમવાર દેશને લોકપાલ પણ મળ્યા, દેળના લોકોને તો લોકપાલ મળી ગયા, પરંતુ દિલ્હીના લોકો આજે પણ રાહ જોઈ રહ્યાં છે. આટલું મોટું આંદોલન અને મોટી-મોટી વાતો કરવામાં આવી હતી, તેનું શું થયું?

પહેલાની સરકારો પર પીએમનો હુમલો
પીએમ મોદીએ કહ્યું કે, પહેલાની સરકારો કઈ રીતે દેશને ફસાવીને રાખ્યો હતો. શું મારે આમ ચાલવું જોઈએ કે સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ? આ નિર્ણયો પહેલા પણ કરી શકાતા હતા, પરંતુ જ્યારે સ્વાર્થનીતિ જ રાજનીતિનો આધાર હોય તો નિર્ણય ટળે પણ છે, અટકે પણ છે.

70 વર્ષ બાદ રામ મંદિર મળ્યુંઃ પીએમ મોદી
કલમ 370થી મુક્તિ 70 વર્ષ બાદ, રામ જન્મભૂમિનો ચુકાદો 70 વર્ષ બાદ, કરતારપુર કોરિડોર 70 વર્ષ બાદ બન્યો. બાંગ્લાદેશ સાથે સરહદ વિવાદનો 70 વર્ષ બાદ ઉકેલ આવ્યો. સીએએમાં હિન્દુઓ, શીખો વગેરેના નાગરિકતાનો અધિકાર 70 વર્ષ બાદ મળ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, 2 દાયકા એવા લોકોના હાથમાં ગયા કે તમને 21મી સદી જોવા મળતી નહતી. 20 વર્ષ તમે બધુ સહન કર્યું, તેથી હવે દિલ્હી ભાજપના હાથમાં આવવી જરૂરી છે. 

વિપક્ષી પૂછે છે મોદીને આટલી ઉતાવળ કેમ છે?-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, હાલની સરકારના રહેતા વિઘ્નો પાડવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે, 21મી સદીના ભારતમાં નફરતને સ્થાન નથી. પીએમે કહ્યું, '21મી સદીનું ભારત નફરત નહીં પરંતુ વિકાસની રાષ્ટ્રનીતિથી ચાલશે. અચાનક વિરોધી અને વિપક્ષ કહે છે કે મોદીજીને આટલી ઉતાવળ છું છે, આટલી ઝડપી એક બાદ એક નિર્ણયો કેમ લઈ રહ્યાં છે. દેશનો વિકાસ કરવો છે તો દાયકાઓ જૂની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવી પડશે.'

દિલ્હીમાં વિકાસ માટે આપો મત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 8 ફેબ્રુઆરીએ તમારો એક મત માત્ર સરકાર બનાવવા માટે નહીં પરંતુ આ દાયકામાં દિલ્હીના વિકાસને નવી ઉંચાઈ પર પહોંચાડવા માટે છે. 11 ફેબ્રુઆરી બાદ દિલ્હીમાં ભાજપની, એનડીએની સરકાર બનશે તો આ બધી કોલોનિઓમાં વિકાસના કામમાં વધુ ગતિ આવશે. 

કેજરીવાલે ગરીબોના હક છીનવી લીધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના સીએમ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, કેજરીવાલે ગરીબોના હક છીનવી લીધા અને કેન્દ્રની યોજનાઓ લાગૂ કરી નથી. પીએમ મોદીએ કહ્યું કે, દિલ્હીને બદલવા માટે આપને બદલવી જરૂરી છે. પીએમે કહ્યું કે, જે લોકો હલ સત્તામાં છે તે રાજનીતિ સિવાય કશું કરતા નથી. પીએમ મોદીએ કહ્યું કે, દિલ્હીની સરકાર કેન્દ્રની યોજના લાગૂ થવા દેતી નથી. શું ગરીબોને ઘર ન મળવું જોઈએ, સરકારે લોકોના કલ્યાણ માટે કામ કરવું ડોઈએ પરંતુ દિલ્હીમાં આ સરકાર તેમ કરવા દેતી નથી. આ લોકો સકારાત્મક વિચારની સાથે કામ કરી રહ્યાં નથી. દુર્ભાગ્યથી દિલ્હીની સત્તા ખોટા લોકોના હાથમાં છે. 

નળમાં જલ હશે, તે પણ સ્વચ્છ
પીએમ મોદીએ કહ્યું કે, જ્યાં ઝુપડપટ્ટી છે ત્યાં પાકા મકાન બનશે. તેમણે કહ્યું કે, આ પાકુ મકાન એવું હશે જેમાં ગેસ કનેક્શન, નળ હશે, પાણી હશે અને તે પણ સ્વચ્છ જશે હશે. 

સરકારી બુલડોઝરથી હવે ડરવાની ચિંતા નથી
સાતેય સીટ આપીને દિલ્હીના લોકોએ જણાવી દીધું કે તે કઈ દિશામાં વિચારી રહ્યાં છે. દેશમાં પરિવર્તન લાવવામાં દિલ્હીના લોકોએ ખુબ મદદ કરી છે. હવે દિલ્હીના લોકોનો મત દિલ્હીમાં પરિવર્તન લાવશે. પીએમે કહ્યું કે, પહેલા વચન આપવામાં આવતા પરંતુ પૂરા થતા નહતા. પરંતુ અમે સંસદમાં કાયદો બનાવીને દિલ્હીના લોકોને ગેરકાયદેસર કોલોનિઓની સમસ્યામાંથી મુક્તિ અપાવી છે. પીએમ મોદીએ કહ્યું કે, હવે દિલ્હીના લોકોએ સરાકારી બુલડોઝરથી ડરવાની જરૂર નથી. 

દિલ્હી બધાનો સત્કાર કરે છે, બધાનો સ્વીકાર કરે છે
પીએમ મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે, દિલ્હી માત્ર એક શહેર નહીં પરંતુ એક વારસો છે, આ દિલ્હી બધાનો સત્કાર કરે છે, બધાને સ્વીકાર કરે છે. પીએમ મોદીએ કહ્યું કે, વિભાજન બાદ આવનારા કે અન્ય હિન્દુસ્તાનીને દિલ્હીએ પોતાના દિલમાં જગ્યા આપી છે. 

કડકડડૂમાં પીએમ મોદીની રેલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કડકડડૂમા પહોંચી ગયા છે. પીએમ મોદી લોકોને સંબોધન કરી રહ્યાં છે. દિલ્હીમાં ચૂંટણીની જાહેરાત બાદ પીએમ મોદીની આ પ્રથમ રેલી છે. પીએમ મોદીએ કહ્યું કે, દિલ્હીના લોકોના મનમાં શું છે તે જણાવવાની જરૂર નથી. સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news