નવી દિલ્હી: જામિયા હિંસાને લઈને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (SIT)એ ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. આ ચાર્જશીટ ગત 15 ફેબ્રુઆરીના રોજ સાકેત કોર્ટમાં ફાઈલ કરાઈ છે. આ આરોપ પત્રમાં 18 લોકો સામે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો, તોફાનો કરવાનો, સરકારી કર્મચારી સાથે મારપીટ કરવાના અને સરકારી કામમાં વિધ્ન પહોંચાડવાના આરોપ લગાવવામાં આવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેનાનો PM મોદીને પ્રશ્ન, 'કલમ 370 અને CAAના નિર્ણય રદ કરવા માટે કોણ દબાણ કરે છે?'


દિલ્હી પોલીસે આ ચાર્જશીટ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (દક્ષિણ-પૂર્વ) સમક્ષ આઈપીસીની કલમ 307, 147, 148, 149, 186, 353, 332, 427 તથા અન્ય કલમો હેઠળ દાખલ કરાઈ છે. દિલ્હી પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે આ હિંસા દરમિયાન પોલીસને 3.2 એમએમ પિસ્તોલની ખાલી કારતૂસો મળી આવી હતી. પોલીસ હજુ સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેઈલ રેકોર્ડની તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસે 100થી વધુ સાક્ષીઓની જુબાની પુરાવા તરીકે રજુ કર્યા છે. આ ચાર્જશીટમાં શરજીલ ઈમામને હિંસા ભડકાવવાનો આરોપી લગાવ્યો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...