નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi) માં આવેલી જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની પાસે આવેલી ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ રવિવારે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તાઓ પર વાહનોને આગચંપી કરવાની ઘટનાઓમાં સંડોવાયેલા 10 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા 10 લોકોમાંથી 3 વિસ્તારના ખરાબ ચરિત્રવાળા વ્યક્તિઓ છે. તેમની ઓળખ થઈ ગઈ છે અને તેમને પકડી લેવાયા છે. પોલીસે કહ્યું કે તેમાંથી કોઈ પણ જામિયાનો વિદ્યાર્થી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણીના કારણે દિલ્હીમાં હિંસા ફેલાવવામાં આવી, અમારી પાર્ટીને હિંસાથી નુકસાન જ થશે: કેજરીવાલ


ધરપકડ કરાયેલા લોકોમાં દાનિશ, દિલશાદ, મોહમ્મદ હનીફ, શરીફ અહેમદ, સમીર અહેમદ, મોહમ્મદ દાનિશ, ઈનલ હુસૈન, અનવર કાલા, યુનુસ અને જુમ્મન સામેલ છે. રવિવારે જામિયા વિસ્તારમાં થયેલી હિંસાના મામલે પોલીસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આસિફ ખાન અને આમ આદમી પાર્ટીની જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી વિંગના નેતા કાસિમ ઉસ્માની વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ ઉપરાંત આ એફઆઈઆરમાં સાત વધુ લોકોના નામ પણ છે. 


નાગરિકતા સંશોધન કાયદાને ભારતના મુસ્લિમો સાથે કોઈ લેવાદેવા નથી: ઈમામ બુખારી


મંગળવારે દિલ્હીના સીલમપુર અને જાફરાબાદ વિસ્તારોમાં પણ ભયંકર હિંસા થઈ હતી અને પોલીસનું કહેવું છે કે આ હિંસા અગાઉ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મતીન અહેમદ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હાજી ઈશરાકના નેતૃત્વમાં એક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ ભાષણ અપાયું હતું. પ્રદર્શન બાદ ત્યાં જામ લાગી ગયો હતો અને જ્યારે પોલીસ ભીડને ખદેડવા પહોંચી તો ભીડે હિંસા શરૂ કરી દીધી હતી. પોલીસવાળાઓને દોડાવી દોડાવીને માર્યા, શાળાની બસોને પણ નિશાન બનાવવામાં આવી હતી. આ બસોમાં શાળાના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ હતાં. 


દિલ્હીમાં થયેલા રમખાણો પાછળ શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની મિલીભગત છે?


FIRમાં આઈસા અને આપની સ્ટુડન્ટ વિંગના પદાધિકારીનું પણ નામ
જામિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં બધી વિગતો સ્પષ્ટ છે. જેમાં દિલ્હીના એક પૂર્વ ધારાસભ્ય , આઈસાના એક પદાધિકારી/સભ્ય, આમ આદમી પાર્ટીની સીવાઈએસએસ સ્ટુડન્ટ વિંગના એક પદાધિકારી અને એક પદાધિકારી સભ્ય એસઆઈઓના છે. 


જામિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર નંબર 0298 એસએચઓ ઉપેન્દ્ર સિંહના નિવેદન પર 16 ડિસેમ્બર 2019ના રોજ નોંધાઈ છે. જ્યારે ઘટનાસ્થળ જામિયા મિલિયા વિવિનો ગેટ નંબર 4.7.8ની બહાર મૌલાના મોહમ્મદ અલી જૌહર માર્ગ છે. આઈએએનએસ પાસે આવેલી કોપીમાં જે લોકોના નામ આરોપી તરીકે નોંધાયેલા છે તેમાં સૌથી પહેલું નામ અબુલ ફઝલ જામિયા નગર નિવાસી કોઈ આશુ ખાનનું છે. એફઆઈઆરમાં આશુને સ્થાનિક નેતા ગણાવવામાં આવ્યો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....