નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોએ આજે સવારે બે આતંકીઓને અથડામણમાં ઠાર કર્યા છે. આ સાથે જ બહોળા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. આ અથડામણ આજે સવારે જમ્મુ અને કાશ્મીર રાજ્યના શોપિયામાં થઈ. કહેવાય છે કે રવિવારે સવારે સુરક્ષાદળો અને એજન્સીઓએને શોપિયાના જૈનાપોરામાં આતંકીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળો અને પોલીસે મળીને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


(ફાઈલ ફોટો)


કહેવાય છે કે સુરક્ષાદળો જે વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવી રહ્યાં હતાં તે દરમિયાન ત્યાં છૂપાયેલા આતંકીઓએ ઘાત લગાવીને જવાનો પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધુ હતું. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. ત્યારબાદ એન્કાઉન્ટરમાં બે આતંકીઓનો ખાતમો કરાયો. બંનેના મૃતદેહો મળી આવ્યાં છે. જો કે હજુ સુધી તેમની ઓળખ થઈ નથી. 



(ફાઈલ ફોટો)


જમ્મુ અને કાશ્મીર પોલીસ મુજબ ઘટનાસ્થળથી બંને આતંકીઓના શબ મળી આવ્યાં છે તથા તેમની પાસેથી ભારે સંખ્યામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરાયા છે. આ ઉપરાંત રાજ્ય પોલીસે આ મામલાને નોંધી પણ લીધો છે અને આગળ તપાસ થઈ રહી છે.