શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના વિભિન્ન સ્થાનોથી અપહરણ કરાયેલા પોલીસકર્મીઓના કુટુંબીજનોને આખરે આતંકીઓએ છોડી મૂક્યા છે. અધિકૃત સૂત્રોએ આ માહિતી આપી હતી. આતંકીઓએ ગુરુવારે રાતે ઓછામાં ઓછા 8 જેટલા લોકોનું અપહરણ કરી લીધુ હતું જેમના પરિજનો જમ્મુ કાશ્મીર પોલીસમાં કામ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોએ જણાવ્યું કે અપહરણ કરવામાં આવેલા તમામ લોકોને આતંકીઓએ છોડી મૂક્યા છે. જો કે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ લોકો ઘરે પહોંચ્યા છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. અપુષ્ટ ખબરો મુજબ પોલીસકર્મીઓના 11 કુટુંબીજનોનું અપહરણ કરાયું હતું. પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાએ આ અપહરણની ઘટનાની ટીકા કરી છે. અબ્દુલ્લાએ કહ્યું કે અપહરણની ઘટનાઓ ઘાટીની ચિંતાજનક સ્થિતિને દર્શાવી રહી છે. 


અધિકારીઓએ જણાવ્યું કે આતંકીઓએ શોપિયા, કુલગામ, અનંતનાગ અને અવંતીપુરામાંથી લગભગ 8થી વધુ લોકોના અપહરણ કર્યા હતાં. પૂર્વ પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરમાં અપહરણની કેટલીક ઘટનાઓ અંગે પોલીસને જાણવા મળ્યું છે. અમે વિગતો અને પરિસ્થિતિઓની ચકાસણી કરી રહ્યાં છીએ. 


કહેવાય છે કે સુરક્ષાદળો અપહ્રત લોકોને સુરક્ષિત રીતે છોડાવવા માટે રણનીતિ તૈયાર કરી રહ્યાં હતાં ત્યારે જ સોશિયલ મીડિયા પર હિજબુલના ઓપરેશનલ કમાન્ડર રિયાઝ નાઈકુ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું કે હવેથી આતંકીઓ આંખના બદલામાં આંખની નીતિ અપનાવશે. નિવેદનમાં કહેવાયું કે પોલીસે અમને આ નીતિનું પાલન કરવા માટે મજબુર કર્યા છે. 


પોલીસકર્મીઓને આતંકીઓની ધમકી
વાત જાણે એમ હતી કે બે દિવસ પહેલા આ આતંકી નાઈકુના પિતાની ધરપકડ કરી હતી. નાઈકુએ ચેતવણીના સ્વરમાં કહ્યું કે પોલીસકર્મીઓને સલાહ આપીએ છીએ કે તેઓ પોતાની નોકરી છોડી દે અથવા તો ખરાબ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહો. અપહરણ કરવામાં આવેલા કુટુંબીજનોમાં પોલીસ અધિકારીઓના 9 પુત્ર અને બે ભાઈ સામેલ છે.