15 ઓગસ્ટ પહેલા રોશનીથી ઝગમગ્યું શ્રીનગરનું લાલચોક, ત્રિરંગાના રંગમાં રંગાયું, જુઓ Video
ક્યારેક આ લાલ ચોક પર તિરંગો ફરકાવતા વિવાદ થઈ જતો હતો. પરંતુ આર્ટિકલ 370 હટ્યા બાદથી આ ફેરફાર જોવા મળ્યો છે. તિરંગાથી રોશન લાલ ચોકની તસવીર ખુબ વાયરલ થઈ રહી છે.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ અહીં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. તેમાંથી એક છે કે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ માટે જમ્મુ-કાશ્મીરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. હકીકતમાં અહીં શ્રીનગરના લાલ ચોક ઘંટાઘર તિરંગાના રંગથી જગમગી ઉઠ્યુ છે.
તિરંગાથી રોશન લાલ ચોક
મહત્વનું છે કે ક્યારેક આ લાલ ચોક પર તિરંગો ફરકાવતા વિવાદ થઈ જતો હતો. પરંતુ આર્ટિકલ 370 હટ્યા બાદથી આ ફેરફાર જોવા મળ્યો છે. તિરંગાથી રોશન લાલ ચોકની તસવીર ખુબ વાયરલ થઈ રહી છે અને લોકો આ પગલાની પ્રશંસા કરી રહ્યાં છે. તેને શ્રીનગરના મેયર અને ભાજપના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગા સહિત અનેક લોકોએ શેર કરી છે. શ્રીનગરના મેયરે લખ્યુ- અમે સ્વતંત્રતા દિવસ પહેલા લાલ ચોક સ્થિત ઘંટાઘરને તિરંગાના રંગમાં રંગી દીધુ છે. નવી ઘડિયાળ લગાવવામાં આવી. શ્રીનગર કોર્પોરેશને સારૂ કામ કર્યું છે.
Corona Cases: ઓગસ્ટમાં બીજીવાર 40 હજારથી ઓછા કેસ, મૃત્યુઆંકમાં થયો વધારો
ચોક પર ફિટ કરવામાં આવી નવી ઘડિયાળ
તેજિંદર પાલ બગ્ગાએ પોતાના ટ્વીટમાં લખ્યુ- તે કહે છે કે લાલ ચોક પર તિરંગો ફરકાવવા દેશું નહીં, મોદી જીએ લાલ ચોકને જ તિરંગો કરી દીધો. તો શ્રીનગરના મેયરે ટ્વીટ કરતા લખ્યુ- અમે સ્વતંત્રતા દિવસ પહેલા લાલ ચોક સ્થિત ઘંટાઘરને તિરંગાના રંગથી રંગી દીધુ છે. નવી ઘડિયાળ ફિટ કરવામાં આવી છે. શ્રીનગર કોર્પોરેશને સારૂ કામ કર્યુ છે. આ પહેલા જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ 5 ઓગસ્ટે શ્રીનગરમાં સ્વતંત્રતા દિવસ મનાવવા માટે એક ખેલ સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube