Corona Cases: ઓગસ્ટમાં બીજીવાર 40 હજારથી ઓછા કેસ, મૃત્યુઆંકમાં થયો વધારો

India Coronavirus Cases: ભારતમાં કોરોના એક્ટિ કેસની સંખ્યા હજુ ચાર લાખથી વધુ છે. અમેરિકા બાદ ભારતમાં સૌથી વધુ સંક્રમણનો પ્રકોપ ફેલાયેલો છે. 
 

Corona Cases: ઓગસ્ટમાં બીજીવાર 40 હજારથી ઓછા કેસ, મૃત્યુઆંકમાં થયો વધારો

નવી દિલ્હીઃ Coronavirus Cases Today: ઓગસ્ટમાં બીજીવાર કોરોના સંક્રમમના કેસ 40 હજારથી ઓછા નોંધાયા છે. આ મહિને પ્રથમવાર એક દિવસમાં 600થી વધુ લોકોના મોત થયા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 38628 નવા કોસોના કેસ આવ્યા અને 617 સંક્રમિતોના મૃત્યુ થયા છે. પરંતુ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 40,017 એક્ટિવ કેસ ઓછા થયા છે. 

આ પહેલા 2 ઓગસ્ટએ 30,549 કોરોના કેસ સામે આવ્યા હતા. તો 1 ઓગસ્ટે 40134, 3 ઓગસ્ટે 42625, 4 ઓગસ્ટે 42982, 5 ઓગસ્ટે 44643 કોરોના કેસ સામે આવ્યા હતા. 

કોરોના સંક્રમણના કુલ કેસ
મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 18 લાખ 95 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 27 હજાર 371 લોકોના મોત થઈ ચુક્યા છે. સારી વાત છે કે 3 કરોડ 10 લાખ 55 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા હજુ 4 લાખથી વધુ છે. કુલ 4 લાખ 12 હજાર લોકોની સારવાર ચાલી રહી છે. 

કોરોનાના કુલ કેસઃ ત્રણ કરોડ 18 લાખ 95 હજાર 385
કુલ ડિસ્ચાર્જઃ ત્રણ કરોડ 10 લાખ 55 હજાર 861
કુલ એક્ટિવ કેસ- ચાર લાખ 12 હજાર 153
કુલ મોત- 4 લાખ 27 હજાર 371
કુલ રસીકરણ- 50 કરોડ 10 લાખ 9 હજાર ડોઝ આપવામાં આવ્યા

કેરલમાં આવ્યા સૌથી વધુ કોરોના કેસ
કેરલમાં શુક્રવારે કોવિડના 19948 નવા કેસ સામે આવવાની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 35 લાખ 13 હજાર 551 થઈ ગયા છે. જ્યારે 187 વધુ દર્દીઓના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 35 લાખ 13 હજાર 551 થી ગયા છે. નવા કેસમાં મલાપ્પુરમમાં સર્વાધિક 3417 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ અર્નાકુલમમાં 2310, કોલ્લમમાં 1301, અલાપ્પુઝામાં 1167, તિરૂવનંતપુરમમાં 1070 અને કન્નૂરમાં કોરોના વાયરસ સંક્રમણના 993 નવા કેસ સામે આવ્યા છે. 

દેશમાં અત્યાર સુધી 50 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
દેશમાં કોરોના રસીકરણ અભિયાને એક મહત્વનો પડાવ પાર કર્યો છે. અત્યાર  સુધીમાં કોરોના રસીના 50 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે. રસીકરણ ડ્રાઈવનું આ માઈલ સ્ટોન પાર કરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેમની સરકાર 'બધાને રસી મફત રસી' હેઠળ બધા નાગરિકોનું રસીકરણ સુનિશ્ચિત કરશે. પ્રધાનમંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું કે જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના વિરોધી રસીના ડોઝ આપવા મામલે ભારતે 50 કરોડનો આંકડો પાર કર્યો છે. શુક્રવારે ભારતમાં 43.29 લાખ ડોઝ અપાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news