નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરનાં પુલવામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે શુક્રવારે સવારે ઘર્ષણ ચાલુ થઇ ચુક્યું છે. આ ઘર્ષણ પુલવામાંના રેંજીપોરા વિસ્તારમાં થઇ રહ્યું છે. આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર સતત ચાલી રહ્યો છે. તેમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. આ સાથે વિસ્તારમાં કેટલાક અન્ય આતંકવાદીઓ પણ હાજર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમારૂ આધારકાર્ડ ખોવાઇ જાય તો આ આ એપ થકી તમારું કામ થશે સરળ...

બીજી તરફ સુરક્ષાની દ્રષ્ટીએ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સાથે જ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધું છે. મળતી માહિતી અનુસાર સુરક્ષાદળોને આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓનાં છુપાયેલા હોવાની માહિતી મળી હતી. આ અંગે વિસ્તારમાં શોધખોળ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ ઘર્ષણ ચાલુ થઇ ગયું. 


INDvsAUS LIVE: ઓસ્ટ્રેલિયાની 102 રનમાં 7 વિકેટ ગુમાવી, બોલર્સે બેકફુટ પર ધકેલ્યું...


અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના સફાયા બાદ ચલાવાઇ રહેલ ઓપરેશન ઓલ આઉટમાં પુલવામાં જિલ્લામાં સેના અને સુરક્ષાદળોને 22 ડિસેમ્બરેને મોટી સફળતા મળી હતી. સેના અને સુરક્ષાદળોએ પુલવામાના અવંતીપોરામાં 6 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. 


મુંબઈમાં એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગતાં 5નાં મોત, 2 ઘાયલ...

પોલીસનાં એક અધિકારીએ જણાવ્યું કેત આતંકવાદીઓની હાજરીની વિશેષ ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ સવારે દક્ષિણ કાશ્મીરાનાં અવંતીપોરા વિસ્તારમાં આરમપોરા ગામની ઘેરાબંધી કરીને શોધખોળ અભિયાન ચાલુ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, શોધખોળ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો. જેમાં ઘર્ષણ ચાલુ થઇ ગયું. સુરક્ષાદળોએ પણ તેને મુંહતોડ જવાબ આપ્યો. પોલીસ મહાનિરીક્ષક (IGP) સ્વયં પ્રકાશ પાણીએ જણાવ્યું કે, ઘર્ષણમાં 6 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.