Jammu Air Force Station પર ડ્રોનથી ધડાકા કરાયા હોવાની આશંકા, 2 શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ
જમ્મુ અને કાશ્મીરમાં ગત સાંજે CRPF ના બંકર પર આતંકી હુમલા બાદ મોડી રાતે જમ્મુ એરપોર્ટના ટેકનિકલ વિસ્તારમાં ધડાકા થયા હોવાના અહેવાલ છે.
જમ્મુ: જમ્મુ એરપોર્ટના ટેક્નિકલ એરિયામાં મોડી રાતે ધડાકાના અવાજ સંભળાયા. ત્યારબાદ ત્યાં અફરાતફરીનો માહોલ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ આ ધડાકા રાતે 2 વાગે થયા. કહેવાય છે કે અવાજ દૂર સુધી સંભળાયો હતો. વિસ્તારને હાલ સીલ કરી દેવાયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિસ્ફોટકો લાવવા માટે ડ્રોનનો ઉપયોગ થયો હતો.
બે શંકાસ્પદોની થઈ ધરપકડ
આ મામલાની તપાસ ગુપ્તચર એજન્સીઓને સોંપવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ કેસમાં બે શંકાસ્પદ લોકોની ધરપકડ થઈ છે.
રાજનાથ સિંહે મેળવી જાણકારી
રક્ષામંત્રી રાજનાથ સિંહે જમ્મુના વાયુસેના સ્ટેશન પર આજની ઘટના અંગે વાઈસ એર ચીફ એર માર્શલ એચ એસ અરોડા સાથે વાત કરી છે. એર માર્શલ વિક્રમ સિંહ સ્થિતિની સમીક્ષા કરવા માટે જમ્મુ પહોંચી રહ્યા છે.
એરફોર્સ, આર્મી અને પોલીસ અધિકારીઓ પહોંચ્યા
અત્રે જણાવવાનું કે ઈન્ડિયન એરફોર્સનું સ્ટેશન હેડક્વાર્ટર અને તેની સાથે જ જમ્મુનું મેઈન એરપોર્ટ પણ આ જ પરિસરમાં આવે છે. મોડી રાતે થયેલા ધડાકા બાદ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ છે. હાલ ઘટનાસ્થળ પર એરફોર્સ, આર્મી અને જમ્મુ કાશ્મીર પોલીસ અધિકારીઓ પહોંચી ગયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube