કાશ્મીરના હંદવાડામાં બે આતંકી ઢેર, ઓપરેશનમાં સેનાના બે મોટા અધિકારી સહિત 5 શહીદ
જમ્મૂ-કાશ્મીરના હંદવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. સેનાએ અહીં બે વિદેશી આતંકીઓને ઠાર કર્યાં છે. પરંતુ આ ઓપરેશનમાં સેનાના કર્નલ-મેજર સહિત કુલ પાંચ લોકો શહીદ થયા છે.
શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના હંદવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. સેનાએ અહીં બે વિદેશી આતંકીઓને ઠાર કર્યાં છે. જમ્મૂ-કાશ્મીરથી મળેલી જાણકારી પ્રમાણે આ અથડામણ ગઈકાલથી ચાલી રહી છે. આ ઘટનામાં ભારતીય સેનાના કર્નલ-મેજર સહિત ચાર જવાન શહીદ થયા છે. આ સિવાય જમ્મુ-પોલીસનો એક જવાન પણ શહીદ થયો છે.
અથડામણમાં રાષ્ટ્રીય રાયફલ્સના 4 જવાન શહીદ
ભારતીય સેનાના સૂત્રો પ્રમાણે હંદવાડામાં આતંકીઓ છુપાયા હોવાની સૂચના બાદ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન છુપાયેલા આતંકીઓએ ફારયિંગ કર્યું, જેમાં 21 રાષ્ટ્રીય રાયફલ્સના કર્નલ, મેજર અને બે જવાન શહીદ થયા છે. જમ્મૂ-કાશ્મીર પોલીસના એક સબ-ઇન્સપેક્ટરપણ અથડામણમાં શહીદ થયા છે.
સેનાએ વિસ્ફોટથી આતંકીઓનું ઠેકાણું ઉડાવ્યું
અથડામણ પહેલા અહીં બે વિદેશી આતંકી એક ઘરમાં છુપાયા હતા. સેનાને જ્યારે તેની જાણકારી મળી, સેનાએ આકંડીઓના આ ઠેકાણાને વિસ્ફોટથી ઉડાવી દીધા હતા. વિસ્ફોટને કારણે ઘરમાં આગ લાગી ગઈ હતી. સેના હવે સર્ચ ઓપરેશન કરી રહી છે.
સેનાનું સર્ચ ઓપરેશન જારી
આ વિસ્તારમાં સેના સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. અવર-જવર રોકી દેવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઘાટીમાં આતંકી ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે. આ સિવાય એલઓસી પર પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ૉ
મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 36 મૃત્યુ, 790 નવા કેસ
પુલવામામાં બે આતંકી ઠાર
મહત્વનું છે કે આ પહેલા પુલવામાના ડાંગરપોરામાં સુરક્ષાદળોએ સવારે છ કલાકે આતંકીઓ છુપાયા હોવાની માહિતી પર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. ખુદને ઘેરાયેલા જોઈ આતંકીઓ સુરક્ષાદળો પર ફાયરિંગ કરતા ભાગવા લાગ્યા હતા. જવાનોએ જવાબી કાર્યવાહી કરતા બે આતંકીને ઠાર કર્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર