શ્રીનગર: જમ્મૂ કાશ્મીર (Jammu and Kashmir)ના સામ્બા સેક્ટર (Samba Sector)માં સુરક્ષાબળોએ પાકિસ્તાનની તરફ આંતરરાષ્ટ્રીય સીમા પાસે એક 150 મીટર ઉંડી ટનલ (Tunnel)ને શોધી કાઢી છે. ત્યારબાદથી જ જમ્મૂ કાશ્મીર પોલીસ અને બીએસએફના તમામ મોટા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ સુરંગ રિગાલ વિસ્તારમાં મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે સાંજે લગભગ 6 વાગે પાકિસ્તાન તરફથી 2 ડ્રોન આંતરરાષ્ટ્રીય સીમા પાર કરતાં ભારતીય સીમામાં ઘૂસ્યા હતા. જેને બીએસએફના જવાનોએ ગોળીબારી કરી કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ ડ્રોન પાકિસ્તાન તરફ ભાગવામાં સફળ રહ્યા. આ ઘટના બાદ બોર્ડર પર જવાન નજર રાખી રહ્યા છે. અને આ દરમિયાના સુરક્ષાબળોએ સુરંગને શોધી કાઢ્યા છે. 


જોકે પાકિસ્તાન દ્વારા સતતત ભારતમાં ઘૂસણખોરીના નિષ્ફળ કાવતરા રચી રહ્યા છે. ક્યારે ડ્રોન દ્વારા તો ક્યારે મોટી માત્રામાં હથિયારો સાથે આતંકવાદીઓને ભારતમાં દાખલ કરવા પાકિસ્તાનની કાવતરાના પુરાવા છે. પરંતુ ભારતીય સુરક્ષાબળોની નજર દરેક તરફ પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ પર પાણી ફેરવી દે છે. અને હવે અધિકારીઓએ સુરંગને પણ શોધી કાઢી છે. જોકે અત્યાર સુધી આ વિશે કોઇ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube