નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ આતંકીઓ વિરૂધ્ધ ઓપરેશન તેજ કરી દેવાયા છે. આ માટે ઘાટી સહિતના સંવેદનશીલ વિસ્તારમાં એનએસજી કમાન્ડો તૈનાત કરી દેવાયા છે. રાજ્યમાં વધતી જતી અશાંતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા પણ કડક પગલાં લેવાઇ રહ્યા છે. આ સ્થિતિમાં કાર્યવાહી માટે એનએસજી કમાન્ડો દ્વારા પોલીસને આ અંગે ખાસ તાલીમ પણ આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : J&Kમાં રાજ્યપાલ શાસનને કારણે અધિકારીઓથી માંડી MLA ખુશ


કેન્દ્ર સરકાર હવે ઘાટી વિસ્તારની સુરક્ષાને લઇને કોઇ કસર રાખવા માંગતી નથી. આતંકીઓને સીધા કરવા માટે અહીં એનએસજી કમાન્ડો તૈનાત કરી દેવાયા છે. આ ઓપરેશનમાં પોલીસ જવાનો પણ સર્તક રહી ઉત્કૃષ્ઠ કામગીરી કરી શકે એ માટે એનએસજી કમાન્ડો દ્વારા ઓપરેશનમાં જોડાનાર પોલીસ કર્મીઓ અને પેરા મિલિટ્રીના જવાનોને એન્ટી ટેરર ઓપરેશનની તાલીમ આપશે. આ કમાન્ડો એમને દરેક સ્થિતિમાં ઓપરેશન કરવાની તાલીમ આપશે. 


આ પણ વાંચો : આતંકીઓને દેખતાં જ કરાશે ઠાર...


એનએસજી કમાન્ડો રાજ્ય પોલીસ અને અન્ય અર્ધ સૈનિક દળની તાલીમ ઉપરાંત શ્રીનગર એરપોર્ટ સહિતના સ્થળોએ પણ એન્ટી હાઇજેકની તાલીમ પણ આપશે. આ તાલીમમાં રાજ્યમાં આતંકીઓ વિરૂધ્ધની લડાઇમાં મોટી મદદ મળશે. એનએસજી કમાન્ડો પહેલા પણ જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનોને તાલીમ આપી ચૂક્યા છે. 


ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર એનએસજી કમાન્ડો અત્યાધુનિક હથિયારો અને ઉપકરણોને સરળતાથી ઉપયોગ કરી શકે છે. જમ્મુ કાશ્મીર પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એનએસજીના કેટલાક યુનિટ્સને શ્રીનગરના બીએસએફ કેમ્પમાં રાખવામાં આવી શકે છે. એનએસજીના ડીજી સુદીપ લખટકિયા કમાન્ડોની તૈનાતી માટે સત્વરે શ્રીનગરની મુલાકાત કરી શકે છે.


દેશના અન્ય ન્યૂઝ જાણો : લેટેસ્ટ સમાચાર