શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં વધારે એક જવાનનું અપહરણ કરવામાં આવ્યા બાદ આતંકવાદીઓએ હત્યા કરી દીધી છે. રજા પર રહેલ જમ્મુ કાશ્મીરના પોલીસ કોન્સ્ટેબલ સલીમ શાહનું દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં મુતાલહામા વિસ્તારમાં આવેલા તેના ઘરથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું. શનિવારે સાંજે તેનું ગોળીઓથી છન્ની શબ ગુલગામમાં મળ્યું છે. આ વાતની પૃષ્ટી જમ્મુ કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક એસપી વૈદ્યે કરી છે. એવી આશંકા છે કે આતંકવાદીઓએ અપહરણ કર્યા બાદ સલીમની હત્યા કરી દીધી. તે અગાઉ પણ આતંકવાદી બે જવાન ઓરંગજેબ અને જાવેદ ડારની અપહરણ કર્યા બાદ હત્યા કરી ચુક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીરના કુલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસના ટ્રેની કોન્સ્ટેબલનું અપહરણ કરવામાં આવ્યું છે. અપહ્યત કોન્સ્ટેબલની ઓળખ સલીમ શાહના સ્વરૂપે થઇ છે. કોન્સ્ટેબલ સલીમ શાહ હાલના દિવસોમાં પોતાનાં ઘર આવેલા હતા. બીજી તરફ આ આતંકવાદી દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ જમ્મુ કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને ભારતીય સેનાના જવાનોની સંયુક્ત ટીમે કોન્સ્ટેબલ સલીમને સુરક્ષીત પરત લાવવા માટે સધન શોધખોળ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. સુરક્ષાદળોએ સંયુક્ત  ટીમે સમગ્ર વિસ્તારમાં સધન શોધખોળ અભિયાન ચાલુ કર્યું છે. સુરક્ષાદળોની સંયુક્ત ટીમે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને ડોર ટુ ડોર સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. 

સુરક્ષાદળોના સુત્રો અનુસાર કોન્સ્ટેબલ મોહમ્મદ સલીમ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના અંતર્ગત આવનારા મુતાલહામા ગામના રહેવાસી છે. કોન્સ્ટેબલ મોહમ્મદ સલીમે ગત્ત થોડા મહિનાઓ પહેલા જમ્મુ કાશ્મીર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પસંદગી થઇ હતી. હાલ તેમની કઠુઆ ખાતેની પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ ચાલી રહી હતી. ગત્ત થોડા દિવસો અગાઉ રજા પર પોતાનાં ઘરે આવેલા હતા. સુત્રો અનુસાર રવિવારે સવારે હથિયાર બંધ આતંકવાદીઓએ કોન્સ્ટેબલ મોહમ્મદ સલીમના ઘરે હૂમલો કરી દીધો. આતંકવાદીઓ હથિયારના બંધ કોન્સ્ટેબલ મોહમ્મદ સલીમનું અપહરણ કરીને પોતાની સાથે લઇ ગયા છે. 

બીજી તરફ આતંકવાદીઓના ફરાર થયા બાદ પરિવારજનોએ આ બાબતે સ્થાનીક પોલીસને માહિતી આપી. મુદ્દાની ગંભીરતાને જોતા ખીણમાં રહેલા તમામ સુરક્ષાદળોને આ સનસનીખેજ ઘટનાઓ અંગે માહિતી આપવામાં આવી. ત્યાર બાદ મોટા પ્રમાણમાં સુરક્ષાદળો ઘટના પર પહોંચી ગયા અને વિસ્તારની ઘેરાબંધી ચાલુ કરી દીધી. સંયુક્ત સુરક્ષાદળોએ લગભગ બે ડઝનથી વધારે ટીમોની રચના કરવામાં આવી છે. આ તમામ ટીમોએ અલગ અલગ દિશાઓમાં પોતાનું સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું છે.