નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાની કાર્યવાહીમાં અત્યાર સુધી 13 આતંકીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલની પાસે ઘુષણખોરીનો પ્રયત્ન કરી રહેલા ત્રણ પાકિસ્તાની આતંકીઓને સેનાએ આજે સોમવારે ઠાર કર્યાં હતા. તો 28 મેથી શરૂ થયેલા ઘુષણખોરી રોકવાના અભિયાનમાં અત્યાર સુધી ચાર દિવસની અંદર 13 આતંકીઓને મોતની ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનાના એક અધિકારીએ જણાવ્યુ કે, 28 મેથી ઘુષણખઓરી વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ હેઠળ ભારતીય સેનાએ પુંછ જિલ્લાના મેઁઢર સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે ઘુષણખોરીનો પ્રયાસ કરતા ઓછામાં ઓછા 10 આતંકીઓને મારી નાખ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, પુંછ જિલ્લાના ગામોમાં સર્ચ ઓપરેશન જારી છે. 


આ પહેલા સેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સોમવારે નૌશેરા સેક્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યાં છે. બાદમાં જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં ભારત-પાકિસ્તાન સરહદ પર સોમવારે કેટલાક આતંકવાદીઓએ ઘુષણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયત્નોને ભારતીય સેનાના જવાનોએ નિષ્ફળ કર્યો અને ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. 


ચૂંટણી પંચની જાહેરાત, રાજ્યસભાની 18 સીટો પર 19 જૂને મતદાન


જાણકારી પ્રમાણે, લાઇન ઓફ કંટ્રોલ પર નૌશેરા સેક્ટરની પાસે સવારે-સવારે આતંકી ઘુષણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હજુ પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી છે અને સંપૂર્ણ રીતે શોધખોળ કરવામાં આવી રહી છે. 


મહત્વનું છે કે સરહદ પર પાકિસ્તાન રેન્જર્સની મદદથી સતત આતંકી ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરે છે, પરંતુ દર વખતે તેના પ્રયત્નો ભારતીય સુરક્ષાદળોની સાવચેતીને કારણે નિષ્ફળ થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર