Bus Accident: અમૃતસરથી જમ્મુના કટરા જતી બસ ખીણમાં ખાબકતા 10 લોકોના મોત, 75 લોકો હતા સવાર
Jammu Bus Accident: જમ્મુમાં મંગળવારે એક મોટો રોડ અકસ્માત થયો. અમૃતસરથી કટરા જઈ રહેલી એક બસ ઝજ્જર કોટલીની ઊંડી ખીણમાં ખાબકી. 10 લોકોના મોત થયા છે. જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.
Jammu Bus Accident: જમ્મુમાં મંગળવારે એક મોટો રોડ અકસ્માત થયો. અમૃતસરથી કટરા જઈ રહેલી એક બસ ઝજ્જર કોટલીની ઊંડી ખીણમાં ખાબકી. 10 લોકોના મોત થયા છે. જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. SDRF અને જમ્મુ કાશ્મીર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. મૃતકોમાં બિહારના લખી સરાય અને બેગૂસરાય જિલ્લાના લોકો છે.
રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલા CRPF અધિકારી અશોક ચૌધરીએ કહ્યું કે જેવી અમને આ દુર્ઘટનાની સવારે જાણકારી મળી તરત અમારી ટીમે અહીં પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસની ટીમ પણ અમારા રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. એવું કહેવાય છે કે આ બસમાં બિહારના લોકો હતા જે કટરા જઈ રહ્યા હતા. આ બસમાં 75 લોકો સવાર હોવાનું કહેવાય છે.
ક્યારે-કેવી રીતે ક્યાં મળશે 75 રૂપિયાનો વિશેષ સિક્કો? અહીં જાણો તમામ પ્રશ્નોના જવાબ
કાચાપોચા ન જોતા આ Video : વિધર્મીએ સગીરાને છરીના 36 ઘા માર્યા, પત્થરથી માથું ફોડ્યું
ISRO એ કર્યો કમાલ! ધૂરંધર દેશોને પછાડીને એવો સેટેલાઈટ લોન્ચ કર્યો...જાણો NavIC વિશે
તેમણે જણાવ્યું કે ઘાયલોને જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરના રહેણાંક વિસ્તારમાં 21મી મેના રોજ માતા વૈષ્ણોદેવી માટે તીર્થયાત્રીઓને લઈને જતી એક બસ પલટી જવાથી 27 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને 24 લોકો ઘાયલ થયા હતા.
અન્ય એક અકસ્માતમાં 4 લોકોના મોત
રાજ્યના ડોડા જિલ્લામાં પણ એક અકસ્માત થયો છે. ચિનાબ નદીના તટ પર એક ખાનગી કાર કથિત રીતે રસ્તા પરથી લપસીને 300 ફૂટ ઊંડે ખાબકી. જેમાં સવાર દંપત્તિ સહિત ચાર લોકોના મોત થઈ ગયા. અને એક અન્ય વ્યક્તિ ઘાયલ થયો. અધિકારીઓએ આ જાણકારી આપી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube