જમ્મુ: Mata Vaishno Devi Bhavan ની પાસે લાગી આગ, કેશ કાઉન્ટર સળગીને ખાક
માતા વૈષ્ણો દેવીના દરબાર (Mata Vaishno Devi Bhavan) માં મંગળવારે આગ લાગી હતી. આગ પર હવે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગને કારણે કેશ કાઉન્ટર સળગી ગયું છે.
જમ્મુઃ કટડા સ્થિત માતા વૈષ્ણો દેવીના દરબાદ (Mata Vaishno Devi Bhavan) ની નજીક આગ લાગવાની ઘટના બની છે. કાલિકા ભવનની પાસે કાઉન્ટર નંબર બે નજીક આગ લાગવાથી હડકંપ મચી ગયો હતો. આગ પર કાબુ મેળવવા માટે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આગમાં કેસ કાઉન્ટર સળગીને ખાક થઈ ગયું છે, આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
કાલિકા ભવનમાં લાગી આગ
જાણકારી પ્રમામે આ આગમાં રૂમ નંબર 4 અને આસપાસનું પરિસર સળગીને ખાક થઈ ગયું છે. આગને કારણે કોઈ જાનહાની થઈ નથી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે માતા વૈષ્ણો દેવી મંદિર પરિસર સ્થિત કાલિકા ભવનની ઇમારતમાં આગ લાગી હતી. હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ચૂંટણી સોગંદનામામાં ખોટી માહિતી આપવા બદલ 2 વર્ષની સજા, CECએ કાયદામંત્રીને લખ્યો પત્ર
શોર્ટ સર્ટિક હોઈ શકે છે આગ લાગવાનું કારણ
સૂત્રોએ કહ્યું કે, આગનું કારણ સંભવતઃ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. આ પરિસરમાં સ્થિત એક ઇમારતમાં કાઉન્ટિંગ હોલ છે, તે સળગીને ખાક થઈ ગયો છે. આ હોલમાં ભક્તોના ચઢાવાની ગણતરી થાય છે. આગની અસર ભૌરોં ઘાટી સુધી જોવા મળી હતી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. હાલ નુકસાન વિશે મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ જાણકારી સામે આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube