ચૂંટણી સોગંદનામામાં ખોટી માહિતી આપવા બદલ 2 વર્ષની સજા, CECએ કાયદામંત્રીને લખ્યો પત્ર

ચૂંટણી પંચે જે ચૂંટણી સુધારાના પ્રસ્તાવ આપ્યા છે તેમાંથી એક મુખ્ય પ્રસ્તાવ ચૂંટણી એફિડેવિટમાં ખોટી જાણકારી આપવા પર છ મહિનાની જેલની સજા વધારી બે વર્ષ કરવાની જોગવાઈ સંબંધિત છે. 

ચૂંટણી સોગંદનામામાં ખોટી માહિતી આપવા બદલ 2 વર્ષની સજા, CECએ કાયદામંત્રીને લખ્યો પત્ર

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને પત્ર લખીને વિનંતી કરી છે કે ચૂંટણી એફિડેવિટમાં ખોટી જાણકારી આપનારને બે વર્ષની જેલની સજાની જોગવાઈ સહિત અન્ય ચૂંટણી સુધારાથી સંબંધિત પ્રસ્તાવો પર ઝડપથી પગલા ભરવામાં આવે. ચંદ્રાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યુ- મેં કાયદા મંત્રીને લખ્યું છે કે આ પ્રસ્તાવો પર ઝડપથી પગલા ભરવામાં આવે અને હું આશા કરુ છું કે તેના પર મંત્રાલય તરફથી જલદી વિચાર કરવામાં આવશે.

ચૂંટણી પંચે જે ચૂંટણી સુધારાના પ્રસ્તાવ આપ્યા છે તેમાંથી એક મુખ્ય પ્રસ્તાવ ચૂંટણી એફિડેવિટમાં ખોટી જાણકારી આપવા પર છ મહિનાની જેલની સજા વધારી બે વર્ષ કરવાની જોગવાઈ સંબંધિત છે. બે વર્ષની સજા થવા પર સંબંધિત ઉમેદવારના ચૂંટણી લડવા પર છ વર્ષનો પ્રતિબંધ લાગી જશે. ચંદ્રાનું કહેવુ છે કે હાલના સમયમાં છ મહિનાની સજાની જોગવાઈ છે જેથી કોઈને અયોગ્ય ઠેરવી શકાય નહીં. 

પંચે તે પણ પ્રસ્તાવ આપ્યો છે કે પેડ ન્યૂઝને જન પ્રતિનિધિત્વ કાયદા હેઠળ ગુનો બનાવવામાં આવે અને તે માટે મજબૂત જોગવાઈ કરવામાં આવે. મુખ્ય ચૂંટણી કમિશનરે યાદ અપાવ્યું કે પંચે ચૂંટણી પ્રચાર પૂરો થવા અને મતદાન દિવસ વચ્ચે આવનાર સમય 'સાયલન્ટ' પીરિયડ દરમિયાન અખબારોમાં રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે જેથી મતદાતા પ્રભાવિત ન થાય અને ખુલા મનથી મતદાન કરી શકે. આ પગલા માટે જન પ્રતિનિધિત્વ કાયદામાં સંશોધનની જરૂર પડશે. 

મતદાનના 48 કલાક પહેલા પ્રચારના સંદર્ભમાં કાયદામાં ફેરફાર માટે પ્રસ્તાવ આપવાના ઇરાદાથી રચાયેલી સમિતિએ ભલામણ કરી હતી કે મતદાનવાળા દિવસે અખબારોમાં જાહેરાત આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવે. હાલમાં મતદાન સંપન્ને થતાં પહેલા 48 કલાક દરમિયાન પ્રચાર સામગ્રી દેખાડવા માટે ઇલેક્ટ્રોનિક મીડિયાને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. પરંતુ સમિતિએ ભલામણ કરી હતી કે અખબારોને પણ પ્રતિબંધ હેઠળ સામેલ કરવામાં આવે. 

ચંદ્રાએ કહ્યુ કે અન્ય એક પ્રસ્તાવ મતદાતા યાદીને આધાર સાથે જોડવાનો છે જેથી એકથી વધુ સ્થાન પર મતદાતા યાદીમાં નામ પર પ્રતિબંધ લાગી શકે. કાયદા મંત્રી પ્રસાદે હાલમાં લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉતરમાં કહ્યુ હતુ કે ચૂંટણી પંચનો પ્રસ્તાવ સરકારની પાસે વિચારણા હેઠળ છે અને તે માટે ચૂંટણી કાયદામાં સંશોધન કરવું પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news