નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સોમવારે એક રોડ અકસ્માતમાં ઈન્ડો તિબ્બતન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના એક જવાનનું મોત થયું છે. આ અકસ્માત જમ્મુ અને કાશ્મીર નેશનલ હાઈવે પર રામબન જિલ્લામાં થયો. અહીં આઈટીબીપીના જવાનો અને કર્મચારીઓને લઈને જઈ રહેલી પ્રાઈવેટ બસ બેકાબુ થઈને ખૂની નાળા પાસે ખીણમાં ખાબકી. અકસ્માત એટલો ભયંકર હતો કે બસના ફૂરચા ઉડી ગયાં. અકસ્માતમાં આઈટીબીપીના 34 જવાનો અને  કર્મચારીઓ ઘાયલ થયા છે તથા એક જવાનનું મોત થયું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...