શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સોમવારે સફરજન ભરેલી ટ્રક રાજસ્થાન લઈ જતા એક ટ્રક ડ્રાઈવરની હત્યા કરી નાખવામાં આવતા વિસ્તારમાં તણાવ સર્જાયો. સોમવાર રાતે 8 વાગ્યાની આસપાસ શોપિયા જિલ્લાના શ્રીમલમાં એક ટ્રક ડ્રાઈવર આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી. મૃતક ટ્રક ડ્રાઈવરનું નામ શરીફ ખાન હતું એમ કહેવાય છે અને તે રાજસ્થાનના ભરતપુરનો રહીશ હતો. કાશ્મીરમાં તે સફરજનને લોડ કરવા માટે આવ્યો હતો. એવું કહેવાય છે કે આ હત્યાને અંજામ આપનારા 2 આતંકીઓમાંથી એક પાકિસ્તાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ પર અટલ છે મોદી સરકાર: અમિત શાહ


પોલીસના જણાવ્યાં મુજબ કાશ્મીર ખીણમાં ફળોથી ભરેલા ટ્રકોની અવરજવર શરૂ થવાથી હતાશ થયેલા આતંકવાદીઓએ  શ્રીમલ ગામમાં આ હુમલો કર્યો. આતંકી ઘટના બાદ શોપિયાના આ ગામમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્રે જણાવવાનું કે ગઈ કાલથી કાશ્મીરમાં 72 દિવસના પ્રતિબંધ બાદ પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ થઈ છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી સંચાર સેવાઓ બંધ હતી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...