શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં થયેલા આતંકી હુમલામાં સુરક્ષાદળોના 2 જવાનો ઘાયલ થયા છે. આતંકીઓએ આ હુમલો શ્રીનગરની હરી સિંહ હાઈ સ્ટ્રીટમાં કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમીરાકદળ વિસ્તારમાં થયો આતંકી હુમલો
મળતી માહિતી મુજબ આજે બપોરે સુરક્ષાદળોના જવાનો શ્રીનગરના અમીરાકદળ વિસ્તારમાં ડ્યૂટી કરી રહ્યા હતા. ત્યારે હરી સિંહ હાઈ સ્ટ્રીટ એરિયામાં આતંકીઓએ સુરક્ષાદલોની પોસ્ટ પર ગ્રેનેડ ફેંક્યો. જો કે તેમનું નિશાન ચૂકી ગયું અને હાથગોળો પોસ્ટ પહેલા જ રસ્તા પર પડ્યો. આ ઘટનામાં 9 નાગરિકો અને 2 સુરક્ષાદળોના જવાન ઘાયલ થયા. 


NASA IPCC Report: 2100 સુધીમાં પાણીમાં ગરકાવ થઈ જશે ભારતના આ 12 શહેર!, જાણો કારણ, ગુજરાતના આ શહેરો પર જોખમ


આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન
ઘાયલ જવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સાથે જ વિસ્તારમાં નાકાબંધી કરીને આતંકીઓની શોધ ચાલુ કરી દેવાઈ છે. હજુ સુધી આતંકીઓનો કોઈ સુરાગ મળ્યો નથી. સુરક્ષાદળો આતંકીઓની શોધ માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. 


Corona: ભૂલથી 20 લોકોને અપાઈ ગયા હતા કોરોના રસીના કોકટેલ ડોઝ, રિસર્ચમાં જાણવા મળ્યું- આ લોકો બાહુબલી બની ગયા


સુરક્ષાદળોની કડકાઈ આગળ આતંકીઓ હાંફી રહ્યા છે
અત્રે જણાવવાનું કે સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો મળીને આતંકીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહ્યા છે. ભારતીય સેનાએ કડકાઈ અપનાવતા પીઓકેથી કાશ્મીરમાં આવતા હથિયારો અને પૈસા પર કસંજો કસ્યો છે. જેનાથી આતંકીઓ અને તેમના હમદર્દોની અકળામણ વધી છે. જેના કારણે તેઓ ચોરી છૂપે જવાનો પર હુમલો કરી ભાગી જવાની રણનીતિ અપનાવી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube