Corona: ભૂલથી 20 લોકોને અપાઈ ગયા હતા કોરોના રસીના કોકટેલ ડોઝ, રિસર્ચમાં જાણવા મળ્યું- આ લોકો બાહુબલી બની ગયા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના સિદ્ધાર્થનગર જિલ્લાના ઔદહી કલા ગામમાં થોડા મહિના પહેલા 20 લોકોને ભૂલથી રસીના કોકટેલ ડોઝ અપાઈ ગયા હતા.

Corona: ભૂલથી 20 લોકોને અપાઈ ગયા હતા કોરોના રસીના કોકટેલ ડોઝ, રિસર્ચમાં જાણવા મળ્યું- આ લોકો બાહુબલી બની ગયા

સિદ્ધાર્થનગર: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના સિદ્ધાર્થનગર જિલ્લાના ઔદહી કલા ગામમાં થોડા મહિના પહેલા 20 લોકોને ભૂલથી રસીના કોકટેલ ડોઝ અપાઈ ગયા હતા. એક ડોઝ કોવિશીલ્ડનો અપાયો તો બીજો ડોઝ કોવેક્સીનનો આપી દીધો. શરૂઆતમાં તો આ ભૂલના કારણે યુપી સરકાર અને સ્વાસ્થ્ય વિભાગની ખુબ ટીકા થઈ. ત્યારે એ વાત સાબિત થઈ નહતી કે રસીનો કોકટેલ ડોઝ હાનિકારક છે કે પછી ફાયદાકારક. 

ભૂલથી અપાઈ ગયા હતા કોરોના રસીના કોકટેલ ડોઝ
પરંતુ હવે તે 20 લોકો માટે ખુશખબર આવ્યા છે. ભૂલથી અપાઈ ગયેલા રસીના કોકટેલ ડોઝે તો આ લોકોને વાયરસ વિરુદ્ધ મહાબલી બનાવી દીધા છે. આ બેદરકારીનો ભોગ બનેલા પીડિતોના શરીરમાં એન્ટીબોડી બમણી જોવા મળી છે. અલગ અલગ કોરોના રસીના ડોઝ લેનારા લોકોના શરીરમાં કોવિડના વેરિએન્ટ ઓફ કંસર્ન ગ્રુપ (આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા સ્ટ્રેન) વિરુદ્ધ પણ કારગર એન્ટીબોડી બની ગઈ છે. 

રિસર્ચમાં રસી કોકટેલ ખુબ પ્રભાવી નીકળ્યું
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR), રીજનલ મેડિકલ રિસર્ચ સેન્ટર (RMRC) ગોરખપુર અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) પુણેના તજજ્ઞોએ ભૂલથી કોરોના રસીના અલગ અલગ ડોઝ લેનારા તમામ 20 પીડિતોનો સંપર્ક કર્યો. એન્ટીબોડી ટેસ્ટ માટે તેમના સેમ્પલ ભેગા કર્યા. તેમાંથી 18 જણે જ રિસર્ચની મંજૂરી આપી. હાલ આ તમામ સ્વસ્થ છે. 

ચાર અને 11 જૂનના રોજ ઔતહી કલા ગામ પહોંચી ટીમ
ICMR ની ટીમ ડો. ગોરવ અને ડો. રાજીવના નેતૃત્વમાં ચાર જૂનના રોજ ગામમાં પહોંચી. તમામ પીડિતોના સ્વાસ્થ્યની તપાસ કરી અને નમૂના લીધા. ત્યારબાદ 11 જૂનના રોજ એકવાર ફરીથી ટીમ ગામ પહોંચી. આ તમામના નમૂના લઈને તપાસ માટે એનઆઈવી પુણે મોકલ્યા. ત્રીજીવાર 180 દિવસ બાદ અને ચોથીવાર 365 દિવસ બાદ નમૂના લેવામાં આવશે. ચારેય નમૂનાનું અલગ અલગ અધ્યયન થશે. 

રિસર્ચ માટે અલગ અલગ સમયના ચાર નમૂના ભેગા કરાશે
તમામ નમૂનાના તપાસ રિપોર્ટનો અભ્યાસ એનઆઈવી પુણેની ટીમ અલગ અલગ કરશે અને રિઝલ્ટ પણ અલગ અલગ બહાર પાડવામાં આવશે. જેનાથી જાણવા મળશે કે સમયની સાથે શરીરમાં શું ફેરફાર થઈ રહ્યા છે. RMRC ના ડાયરેક્ટર ડો. રજનીકાંતે જણાવ્યું કે બે અલગ અલગ રસી લેવાના કારણે તેના પ્રભાવની નિગરાણી માટે એક વર્ષની સમય મર્યાદા નક્કી કરાઈ છે. આ દરમિયાન તમામ લોકોના સ્વાસ્થ્યની ચકાસણી થશે. 

આ મુદ્દાઓને રિસર્ચમાં સામેલ કરાયા
રિસર્ચમાં અનેક મુદ્દાઓ પર નજર રાખવામાં આવી. રસી મૂકાવતા પહેલા કોઈ બીમારી તો નહતી. રસી બાદ સ્વાસ્થ્યમાં શું ફેરફાર થયા. કેટલો તાવ આવ્યો. કેટલો દુખાવો થયો. કોઈ આડ અસર તો નહતી થઈ. ત્યારબાદ કોઈ બીમાર તો નહતું પડ્યું. રસી લેનારા લોકોમાંથી બે લોકો હાઈપરટેન્શનના દર્દી હતા. તેમના સ્વાસ્થ્ય પર અસરની નિગરાણી થઈ. 

રિસર્ચ કોઓર્ડિનેટર ડો. રજનીકાંતે શું કહ્યું
આ રિસર્ચનું પ્રારંભિક પરિણામ છે. જે ખુબ ઉત્સાહજનક છે. અલગ અલગ રસી લીધા બાદ કોઈને કોઈ સમસ્યા થઈ નથી. તેમનામાં ન્યુટ્રિલાઈઝિંગ એન્ટીબોડી મળી. જે નવા વેરિએન્ટ પર અસરકારક છે. સંક્રમિત થવા પર આ એન્ટીબોડી વાયરસ પર એટેક કરે છે. તેમાં શરીરના બીજા અંગો ઉપર પણ રસીના પ્રભાવનો અભ્યાસ કરાયો. તે પરિણામ પણ સકારાત્મક રહ્યું. 

ઔદહીં કલા ગાવના બૂથ પર 14ની ઘટના
સિદ્ધાર્થનગરના ઔદહીં કલા ગામના બૂથ પર 31 માર્ચ અને 1 એપ્રિલના રોજ લોકોને કોવિશીલ્ડના ડોઝ આપવામાં આવ્યા હતા. આ બધાની ઉંમર 45 વર્ષથી વધુ છે. તેમને 45 દિવસ બાદ બુસ્ટર ડોઝ માટે સેન્ટર પર બોલાવવામાં આવ્યા હતા. તે દિવસે સેન્ટર પર કોવેક્સીનની ફાળવણી થઈ હતી. એએનએમ તથા નર્સની બેદરકારીથી લોકોને બુસ્ટર ડોઝમાં કોવેક્સીન આપવામાં આવી. ચૂક જાણમાં આવી તો હડકંપ મચી ગયો. અફરાતફરી મચી અને રસીકરણ રોકવામાં આવ્યું. મામલાની તપાસ થઈ અને બેદરકારી વર્તનારા કર્મચારીઓ ઉપર પણ કાર્યવાહી થઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news