શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં એકવાર ફરીથી આતંકીઓએ કાયરતાપૂર્ણ હરકતને અંજામ આપ્યો. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે રાતે ભાજપના નેતા ગુલ મોહમ્મદ મીરની ઘસમાં ઘૂસીને હત્યા કરી. પોલીસે જણાવ્યું કે 3 આતંકીઓ નૌગામ વોરિનાગ વિસ્તારમાં આવેલા મીરના ઘરમાં ઘૂસ્યા અને તેમની કારની ચાવી માંગી. ગાડી લઈને જતા પહેલા તેમણે મીરને ગોળી મારી દીધી. તેઓ વિસ્તારમાં 'અટલ' તરીકે મશહૂર છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને આ ઘટનાને વખોડી. તેમણે કહ્યું કે, 'ભાજપના કાશ્મીરી નેતા શ્રી ગુલામ મોહમ્મદ મીરની હત્યાની હું નીંદા કરું છું. જમ્મુ અને કાશ્મીરમાં પાર્ટીને મજબુત કરવા માટે તેમણે આપેલું યોગદાન હંમેશા યાદ રખાશે.'


નવા વડાપ્રધાન કોણ હશે તેની ચિંતા PM મોદી ન કરે, ગઠબંધન BJPને ઉખાડી ફેંકશે: માયાવતી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ મીરને નાજુક હાલાતમાં હોસ્પિટલ લઈ જવાયા પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો. અધિકારીએ જણાવ્યું કે સંદિગ્ધોને પકડવા માટે વિસ્તારમાં ઘેરાબંધી કરાઈ છે. ભાજપના નેતાને પાંચ ગોળીઓ મારવામાં આવી. 3 ગોળીઓ છાતીમાં વાગી અને બે ગોળી પેટમાં વાગી હતી. 


પાર્ટી સૂત્રોના જણાવ્યાં મુજબ ગુલ મોહમ્મદ મીર દોરુમાં 2008 અને 2014માં વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા હતાં. જો કે તેમને જીત નહતી મળી. આ હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો. સર્ચ અભિયાન ચાલુ છે. ગુલ મોહમ્મદ મીર અનંતનાગ જિલ્લાના ભાજપ ઉપાધ્યાક્ષ હતાં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...