નવા વડાપ્રધાન કોણ હશે તેની ચિંતા PM મોદી ન કરે, ગઠબંધન BJPને ઉખાડી ફેંકશે: માયાવતી

બસપા પ્રમુખ માયાવતીએ આજે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં.

નવા વડાપ્રધાન કોણ હશે તેની ચિંતા PM મોદી ન કરે, ગઠબંધન BJPને ઉખાડી ફેંકશે: માયાવતી

નવી દિલ્હી: બસપા પ્રમુખ માયાવતીએ આજે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે દેશના નવા વડાપ્રધાન કોણ હશે તેની પીએમ મોદી ચિંતા ન કરે. ગઠબંધન આ વખતે ભાજપને ઉખાડી ફેંકશે. તેમણે કહ્યું કે જ્યારથી ઉત્તર પ્રદેશમાં સપા-બસપાનું ગઠબંધન બન્યું છે ત્યારેથી તેમને પેટમાં દુ:ખે છે. અમારું ગઠબંધન સ્થાયી છે. 

માયાવતીએ કહ્યું કે મોદી અને તેમની સરકારે ગઠબંધનને તોડવાના દરેક શક્ય પ્રયત્ન કર્યાં. આ માટે તેમણે સરકારી મશીનરીઓનો દુરઉપયોગ પણ કર્યો. 4 તબક્કાના મતદાનમાં ભાજપ પાછળ છે. 

नया प्रधानमंत्री कौन होगा, PM मोदी इसकी चिंता न करें, BJP को उखाड़ फेंकेगा गठबंधन : मायावती

તેમણે કહ્યું કે ફૂટ નાખો અને રાજ કરોની રાજનીતિ હેઠળ પીએમ મોદીએ પ્રતાપગઢમાં ફૂટ પાડવાની અને લડાઈની વાત કરી. પરંતુ અમારા ગઠબંધને ભારે જનસમર્થન પ્રાપ્ત છે. આથી ભાજપને પેટમાં દુ:ખે છે. માયાવતીએ કહ્યું કે આ મહિનાની 23મી તારીખે ભાજપ જશે અને કેન્દ્રને નિરંકુશ સરકારથી મુક્તિ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news