નવી દિલ્હી: રાજ્યસભાના સભાપતિએ એક મોટા નિર્ણય અંતર્ગત આજે સદનમાં અન્ય તમામ કાર્યવાહીઓ રદ્દ કરી નાખી છે. આજે સવારે 11 કલાકે રાજ્યસભામાં ફક્ત જમ્મુ અને કાશ્મીર ઉપર જ ચર્ચા થશે. ગૃહ મંત્રી અમિત શાહ રાજ્ય સભામાં જમ્મુ કાશ્મીર પર જવાબ આપે તેવું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીરમાં રાષ્ટ્ર ધ્વજ કે રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન ગુનો નથી, જાણો આ કારણોસર વિવાદમાં છે કલમ 370 


કેબિનેટ અને CCS બેઠક યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાન પર કેબિનેટની મહત્વની બેઠક અગાઉ જ સુરક્ષા પર કેબિનેટ કમિટી (CCS)ની બેઠક યોજાઈ અને ત્યારબાદ કેબિનેટની બેઠક થઈ. કાશ્મીર મુદ્દે કોઈ મોટી જાહેરાતની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ બેઠકના લગભગ એક કલાક પહેલા જ ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) વડાપ્રધાન નિવાસસ્થાને પહોંચ્યાં. સૂત્રોના જણાવ્યાં મુજબ તે અગાઉ આજે સવારે ગૃહ મંત્રીની  કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે ચર્ચા થઈ. એવી અટકળો થઈ રહી છે કે આ કેબિનેટ મીટિંગમાં આર્ટિકલ 35એને લઈને કોઈ મોટી જાહેરાત થવાની શક્યતા છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...