શ્રીનગર: જમ્મૂ તેમજ કાશ્મીરના કુલગામ જિલ્લામાં જમ્મૂ-કાશ્મીર હાઇવે પર શંકાસ્પદ વસ્તુ જોવા મળ્યા બાદ અમરનાથ યાત્રાને મંગળવારે થોડા સમય માટે રોકવામાં આવી હતી. પોલીસ સૂત્રોએ કહ્યું કે, શંકાસ્પદ વસ્તુ મારપોરામાં જોવા મળી હતી. સૂત્રોએ કહ્યું કે રાજ્ય પોલીસ, સેના અને કેન્દ્રીય ર્જિવ પોલીસ દળની ટીમો તાત્કાલીક વસ્તુની તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા. કંઇ શંકાસ્પદ ના મળતા હાઇવે પરનો ટ્રાફિક પુનઃસ્થાપિત થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંત:- હવે ડીઝલથી નહીં વીજળીથી દોડશે ટ્રક, ટૂંક સમયમાં આ કોરિડોર પર થશે ટ્રાયલ


60 દિવસમાં આટલા શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
કાશ્મીરના ગુફા મંદિરમાં વાર્ષિક હિન્દુ તીર્થયાત્રા એક જુલાઈથી શાંતિપૂર્વક ચાલી રહી છે. અધિકારીઓએ કહ્યું કે, ગત વર્ષ યાત્રાના 60 દિવસે જેટલા પણ યાત્રીઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા, તેની સરખામણીએ છેલ્લા 22 દિવસમાં તેનાથી વધારે શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા કરી છે.


વધુમાં વાંત:- મધ્યસ્થતા વિવાદ: ‘PM મોદી આવીને કહે US રાષ્ટ્રપતિ ખોટુ બોલે છે, તો અમે વાત માનીશું’


22 દિવસમાં તુટ્યો ગત વર્ષના 60 દિવસનો રેકોર્ડ
અમરનાથ યાત્રાના 22માં દિવસે 13377 યાત્રીઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા અને આ વર્ષે અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી 22 દિવસોમાં બાબા બર્ફાનીના દર્શન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા ગત વર્ષના પૂરા 60 દિવસોની યાત્રાના સમયગાળાના રેકોર્ડને તોડી દીધો છે. અહીં અધિકારીઓએ જણાવયું કે, અમરનાથ યાત્રાના 22માં દિવસે કાલ 13377 યાત્રીઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા અને આ વર્ષ 1 જુલાઇએ યાત્રા શરૂ થયા બાદથી 285381 યાત્રીઓ ગુફાના દર્શન કરી ચુક્યા છે.
(ઇનપુટ: આઇએએનએસ)


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...