મધ્યસ્થતા વિવાદ: ‘PM મોદી આવીને કહે US રાષ્ટ્રપતિ ખોટુ બોલે છે, તો અમે વાત માનીશું’
પીએમ મોદીએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાની વિનંતી કરી હતી. તેના પર ભારતમાં શરૂ થયેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં મંગળવારે નિવેદન આપ્યું કે પીએમ મોદીએ ક્યારે આ પ્રકારની કોઇ વાત રાષ્ટ્રપતિ ટ્રમ્પને કરી નથી.
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો અમેરિકા પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, પીએમ મોદીએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાની વિનંતી કરી હતી. તેના પર ભારતમાં શરૂ થયેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં મંગળવારે નિવેદન આપ્યું કે પીએમ મોદીએ ક્યારે આ પ્રકારની કોઇ વાત રાષ્ટ્રપતિ ટ્રમ્પને કરી નથી. જો કે, વિદેશ મંત્રીના નિવેદન બાદ પણ આ મામલો શાંત પડતા જોવા મળ્યો નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષની માગ છે કે, તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં સ્પષ્ટીકરણ કરવું જોઇએ. તેમની જગ્યા કોઇ અન્ય મંત્રીનું નિવેદન સ્વીકાર્ય નથી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે આ મામલે કહ્યું કે, તમે બધાએ TV ચેનલો પર જોયુ હશે કે, અમેરિકાના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના વડાપ્રધાનથી વાતચીત દરમિયાન કહ્યું કે, 2 અઠવાડીયા પહેલા જ્યારે પીએમ મોદી સાથે મુલાકાત થઇ તો તેમણે મધ્યસ્થતા (mediate) કરવા માટે કહ્યું. તેમણે કહ્યું કે આ પ્રશ્ન એ છે કે આજે સુધીમાં આપણી વિદેશ નીતિ એ છે કે તે બંને દેશો વચ્ચેની બાબત છે. તેમાં વિશ્વની કોઇ શક્તિ વચ્ચે ના આવી શકે. અમે દ્વિપક્ષીય આ સમસ્યાનું સમાધાન લાવીશું.
ગુલામ નબી આઝાદે કહ્યું કે હવે પ્રશ્ન ઊભો થાય છે કે, આપણા દેશની નીતિમાં શું આટલો મોટો ફેરફાર આવ્યો છે? આખરે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિએ આવું કહ્યું છે. હું નથી વિચારતો કે, અમેરિકાના રાષ્ટ્રપતિ વગર સમજી-વિચારીને બોલ્યા હશે. આ સાથે જ આઝાદે કહ્યું કે, હું નથી કહેતો કે આપણા દેશના વડાપ્રધાન ખોટુ બોલે છે. પરંતુ વડાપ્રધાન જાતે આવીને આ વાત કહે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ખોટુ બોલે છે. અમને આપણા દેશના વડાપ્રધાનની વાત માનીશું. પરંતુ જો કઇ અધિકારી આ વાત કરશે તો અમે નહી સ્વીકારીએ.
વિદેશ મંત્રીનું સ્પષ્ટીકરણ
આ પહેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં કહ્યું કે પીએમ મોદીએ એવી કોઇ વિનંતી કરી નથી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી કોઇ માગ રાષ્ટ્રપતિ ટ્રમ્પથી કરી નથી. વિદેશ મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભાજપનો સતત આ પક્ષ રહ્યો છે કે, પાકિસ્તાનની સાથે બધા મુદ્દા પર દ્વિપક્ષીય ચર્ચા જ થાય. પાકિસ્તાનની સાથે કોઇ પણ વાતચીતની શરત એ છે કે, બોર્ડર પરથી આતંકવાદ દૂર થાય. તેમણે કહ્યું કે, પાકિસ્તાન જો કાશ્મીર મામલે વાતચીત કરવા ઇચ્છે છે તો પહેલા આતંકવાદ પર લગામ લગાવી પડશે.
વધુમાં વાંચો:- વિદેશ મંત્રાલયે નકાર્યો ટ્રમ્પનો દાવો, ‘કાશ્મીર મુદ્દે PM મોદીએ ક્યારેય ટ્રમ્પથી નથી માગી મદદ’
ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આવ્યા બાદ વિપક્ષી દળોએ તેના પર ચર્ચા માટે સંસદના બંને સંદનોમાં નોટિસ આપી હતી. ત્યારબાદ વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં પોતાની વાત કરી હતી. જયશંકરે આ નિવેદન બાદ વિપક્ષી દળ હંગામો કર્યો, જોકે સભાપતિ વૈન્કેયા નાયડૂએ સદનને પહેલા 12 વાગ્યા સુધી માટે સ્થગિત કરી, ત્યારબાદ 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી.
થરૂરે કહ્યું- રપીએમ મોદી એવું ક્યારે બોલી શકે નહીં
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ખોટુ નિવેદન આપ્યું છે. તેના બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરે પીએમ મોદીનો બચાવ કર્યો છે. થરુરે ડોનાલ્ડ ટ્રમ્પનો ક્લાસ લેતા કહ્યું કે, ટ્રમ્પ એકદમ જુઠ્ઠાણુ ચલાવે છે. પીએમ મોદી ક્યારેય પણ કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજાના મધ્યસ્થીની વાત નથી કહી શક્તા. થરુરે કહ્યું કે, વાતચીત દરમિયાન પીએમ મોદીની કહેલી વાતો ટ્રમ્પ યોગ્ય રીતે સમજી શક્યા નહિ હોય. તેથી તેઓ આવી વાત કહી રહ્યાં છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે