શ્રીનગર: દેશમાં ચાલી રહેલા લોકડાઉન (Lockdown) વચ્ચે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. મોડી રાત્રે એન્કાઉન્ટરમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર શ્રીનગરના કાનીમઝાર નાવાકદાલ વિસ્તારમાં થયું હતું. એન્કાઉન્ટર બાદ સેનાને આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોના પર યોજાશે વિપક્ષની મોટી બેઠક, મમતા-ઉદ્ધવ સહિત 15 પાર્ટીઓના નેતા થશે સામેલ


ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે ભેગા મળીને આ કાર્યવાહીને અંજામ આપ્યો હતો. આ જાણકારી કાશ્મીર ઝોનની પોલીસે આપી છે. રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન દરમિયા આતંકીઓના છૂપાયા હોવાની જાણકારી મળી હતી.


આ પણ વાંચો:- ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખને પાર, 3 હજારથી વધુ લોકોના મૃત્યુ


પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકીઓએ પહેલા સુરક્ષા દળ પર ફયારિંગ કર્યું. ત્યારબાદ ભારતીય સેનાએ આતંકીઓને વળતો જવાબ આપ્યો હતો. બંને આતંકીઓ છુપાયા હોવાનું જાણવા મળતા સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ચારે તરફથી ઘેરી લીધુ હતું. આ ઉપરાંત તે વિસ્તારમાં મોબાઇલ સેવા અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. ત્યારબાદ સેનાએ આ બંને આતંકીઓને ઠાર માર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube