શોપિયા : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ એકવાર ફરીથી પોતાની કાયરતાનો પરિચય આપ્યો છે.પુંછ જિલ્લાના આર્મી જવાનનું ગુરૂવારે આતંકવાદીઓએ અપહરણ કર્યું હતું. રાઇફલમેનનું નામ ઓરંગઝેબ છે, તે પોતાનાં ઘરે ઇદની રજા લઇને જઇ રહ્યો હતો તે સમયે જ તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આતંકવાદી સમીર ટાઇગરની વિરુદ્ધ સેનાએ જે ઓપરેશન ચલાવ્યું હતું, તે ઓપરેશનમાં ઓરંગઝેબ મેજર શુક્લાની સાથે હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓરગઝેંબનુ પોસ્ટિંગ 44RR શાદીમાર્ગમાં હતી, તે પુંછનો રહેવાસી છે. જે દરમિયાન તે ઘરે જઇ રહ્યો હતો ત્યારે મુગલ રોડ પર તેને આતંકવાદીઓએ કિડનેપ કરી લીધો હતો. આ કિડનેપિંગ સવારે 9 વાગ્યે થતું હોવાની માહિતી મળી હતી. મળતી માહિતી અનુસાર ઓરંગજેબ સવારે એક પ્રાઇવેટ વેહીકલથી શોપિંયા તરફ આવી રહ્યો હતો. ત્યારે જ કલમપોરા નજીક આતંકવાદીઓએ વાહન અટકાવીને તેને ઉઠાવી લીધો હતો. 

આ જ વર્ષે એપ્રીલમાં જમ્મુ કાશ્મીરના પુલવામાં સુરક્ષાદળો અને પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવ્યું તેમાંબે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. મરનારા આતંકવાદીઓ હિજબુલ મુજાહિદ્દીનના ટોપ કમાન્ડર સમીર ટાઇગરનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સમીર ટાઇગર 2016માં હિજબુલ મુજાહિદ્દીનમાં જોડાયો હતો. સમીર પુલવામાનો રહેવાસી છે. હિજ્બુલના ઘણા હૂમલાઓ સાથે સંડોવાયેલો હતો. બુરહાન વાની બાદ સમીર કાશ્મીરનો પોસ્ટર બોય હતો. સમીરે આતંકવાદી વસીમનાં જનાજામાં જોડાવાની સાથે સાથે ફાયરિંગ પણ કર્યું હતું.