જમ્મુ કાશ્મીર : કલમ 370 રદ કરવા મામલે પાકિસ્તાને કબુલી હાર, કહ્યું- દુનિયાના કોઇ દેશે ના આપ્યો સાથ
જમ્મુ કાશ્મીર માંથી કલમ 370 રદ કરવા મામલે પાકિસ્તાને ચીન, અમેરિકા સહિત દેશો પાસે મદદનો હાથ લંબાવ્યો હતો. જોકે પાકિસ્તાનને દરેક જગ્યાએથી ભીખનો કટોરો ખાલી જ રહયો છે. પાકિસ્તાનને કોઇ દેશે આ મામલે સમર્થન ન કર્યાનો પાકિસ્તાને સ્વીકાર કર્યો છે.
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર માંથી કલમ 370 ખતમ થયા બાદ ચીન, અમેરિકા સહિત વિશ્વના દેશોમાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ પણ પાકિસ્તાનને કોઇના તરફથી સમર્થન મળ્યું નથી. ચીને તો પાકિસ્તાનને સલાહ આપી હતી કે આ મામલે ભારત સાથે કોઇ બખેડો ન કરે. સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીઓએ તો કાશ્મીર મુદ્દે જવાબ આપવાનું પણ ટાળ્યું હતું. ભારતની આ મોટી સફળતાનો સ્વીકાર કરતાં છેવટે પાકિસ્તાને આ મામલે હાર સ્વીકારી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ આ વાતનો સ્વીકાર કરતાં કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સદસ્યો સમક્ષ આ મુદ્દો ઉઠાવે છે તો એમને આ મામલે સમર્થન મળવું મુશ્કેલ છે. કુરેશીએ તો એટલે સુધી કહ્યું કે, મુસ્લિમ દેશો તરફથી પણ પાકિસ્તાનને આ મામલે સમર્થન મળતું નથી દેખાઇ રહ્યું.
જમ્મુ કાશ્મીર વિવાદ અંગે લેટેસ્ટ ન્યૂઝ, જાણો
એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતાં પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ કહ્યું કે, સુરક્ષા પરિષદના સભ્યો કોઇ ફુલોનો ગુલદસ્તો લઇને નથી ઉભા. પી5 સભ્યોમાંથી કોઇ પણ મુશ્કેલી ઉભી કરી શકે એમ છે. આ મામલે કોઇ અસ્પષ્ટતા ના હોવી જોઇએ. કોઇ પ્રકારના ભ્રમમાં ન રહેવું જોઇએ. આ ઉપરાંત કહ્યું કે, પાકિસ્તાન અને કાશ્મીરના લોકોએ આ જાણી લેવું જોઇએ કે તે યૂએનએસસીમાં તમારી કોઇ રાહ જોઇ નથી રહ્યું અને ન કોઇ તમારા આમંત્રણની રાહ જોઇ રહ્યું છે.
ચીને પણ આ મામલે પાકિસ્તાનનો છેડો ફાડ્યો... વાંચો