jammu kashmir

હવામાન ખાતા આગાહી: તૈયાર રહેજો... કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકે છે

રાજ્યમાં ચારેતરફ ઠંડીએ જમાવટ કરી લીધી છે. ચારેતરફ ઠંડી (coldwave in gujarat) નું સામ્રાજ્ય એવુ ફેલાઈ ગયું છે કે ન પૂછો વાતો. શનિવારે ગુજરાતનું નલિયા શહેર 3.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી શહેર રહ્યું હતું. પરંતુ નલિયા કરતા પણ સૌથી વધો ઠંડો હતો ગિરનાર પર્વત. ગુજરાતના સૌથી ઉંચા પર્વત પર શુક્રવારે તાપમાન 1.5 ડિગ્રી નોંધાયું હતું. જે ઠંડીનો અત્યાર સુધીનો સૌથી નીચો પાર કહી શકાય. 

Jan 19, 2020, 09:01 AM IST

કાતિલ ઠંડીથી હજી પણ કોઈ રાહતના સમાચાર નથી, હવામાન ખાતાની છે આગાહી

સમગ્ર અમદાવાદ રાજ્યમાં લોહી થીજાવી દે તેવી કડકડતી ઠંડી (coldwave in gujarat) પડી રહી છે. જેમાં સૌથી વધુ કચ્છ થરથર ધ્રૂજી ઉઠ્યું છે. ગુજરાતનું એક પણ શહેર એવું નહિ હોય જે કાતિલ ઠંડીના બાનમાં નહિ હોય. કચ્છના નલિયા (Naliya) નું તાપમાન 3.4 ડિગ્રી નોંધાયું છે. તો રાજકોટ અને જૂનાગઢનું તાપમાન 7.6 ડિગ્રી નોંધાયું છે. જોકે, હજી પણ લોકોને આ કોલ્ડવેવમાંથી રાહત નહિ મળી શકે. કારણ કે, હજી બે દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીની બચવા માટે લોકો વિવિધ પ્રયાસો કરી રહ્યાં છે. 

Jan 18, 2020, 08:05 AM IST

કાશ્મીરમાં આજથી બ્રોડબેન્ડ સેવા શરૂ, જમ્મુમાં 2G મોબાઇલ ઇન્ટરનેટ ચાલુ

જમ્મુમાં બ્રોડબેન્ડ અને મોબાઇલ SMS પહેલાંથી જ ચાલી રહ્યું છે.

Jan 15, 2020, 08:35 AM IST

પોતાના ઘરમાં આતંકીઓને આશ્રય આપનાર ડીએસપી બરતરફ, છીનવાઈ શકે છે વીરતા મેડલ

સુરક્ષા એજન્સીઓને તપાસમાં જાણવા મળ્યું છે કે ડીએસપી આતંકીઓને જમ્મૂ લઈ જવા માટે 12 લાખ રૂપિયા લેતો હતો. પદ પરથી બરતરફ કરવાની કાર્યવાહી બાદ એજન્સીઓ ડીએસપી દેવિન્દરની શ્રીનગર એરપોર્ટ સ્થિત ઓફિસને સીલ કરી શકે છે. 

Jan 13, 2020, 11:16 PM IST

J&K: પુલવામાના ત્રાલમાં મોટી અથડામણ, સેનાની કાર્યવાહીમાં 3 આતંકી ઠાર

આ મામલો ત્યારે સામે આવ્યો છે જ્યારે જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં ચેકિંગ દરમિયાન એક ગાડીમાંથી હિઝબુલના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોંકવનારી વાત છે કે પકડાયેલા આતંકીઓની સાથે કારમાં જમ્મૂ-કાશ્મીર પોલીસનો એક ડીએસપી હાજર હતો. 

Jan 12, 2020, 05:45 PM IST

BREAKING NEWS: SCનો આદેશ- J&Kમાં ઇન્ટરનેટ અનિશ્વિતકાળ માટે બંધ ન કરી શકાય

જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir) માં કલમ 370 (Article 370) દૂર કર્યા બાદ પાબંધીઓ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર ચૂકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'જમ્મૂ કાશ્મીરમાં પાબંધીઓના આદેશની સમીક્ષા માટે કમિટી બનશે. આ કમિટી સમયાંતરે પાબંધીઓની સમીક્ષા કરશે. સરકાર પાબંધીઓ પર આદેશ જાહેર કરીને તેની જાણકારી આપી.

Jan 10, 2020, 12:17 PM IST

ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ બગડે તેવી શક્યતા, અંબાલાલ પટેલે કરી આગાહી

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં અનેક પલટા આવ્યા છે. દિવાળીથી લઈને ડિસેમ્બર સુધીના અનેક તહેવારોમાં વરસાદી અસર જોવા મળી હતી. ત્યારે હવે ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ પણ બગડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી મુજબ, ઉત્તરાયણ (Uttarayan) ના દિવસે રાજ્યના કેટલાક ભાગવમાં વરસાદની શક્યતા છે. 

Jan 6, 2020, 07:52 PM IST

Year Ender 2019: દેશના રાજકારણમાં આ દિવસે નવો ઈતિહાસ રચાયો, જાણો વર્ષની મહત્વની ઘટનાઓ

ભારતના રાજકારણમાં વર્ષ 2019 (Year 2019)  એક યાદગાર વર્ષ તરીકે જોવામાં આવશે. આ વર્ષમાં રાજકીય રીતે અનેક એવા નિર્ણયો લેવાયા જે વર્ષોથી પેન્ડિંગ મુદ્દા હતાં. જેમ કે કલમ 370 (Article 370)  અને કલમ 35એ નાબુદી, ત્રિપલ તલાક કાયદો, વગેરે, આ ઉપરાંત એવી પણ કેટલીક ઘટનાઓ ઘટી જેણે દેશના રાજકારણ (Politics) ની ધૂરા ઘૂમાવી દીધી. અનેક ઉલટફેરવાળું આ વર્ષ હાલની સત્તાને મજબુતાઈ તો આપે છે પરંતુ સાથે સાથે કેટલીક જગ્યાએ સવાલોથી ઘેરવાની કોશિશ પણ કરે છે....આવો તારીખવાર જોઈએ ક્રમબદ્ધ ઘટનાઓ....

Dec 31, 2019, 11:36 AM IST

જમ્મૂ કાશ્મીર: LoC પર ભારતીય સુરક્ષાબળોએ 2 પાકિસ્તાની રેંજર્સને ઠાર માર્યા

લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર આજે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપતાં ભારતીય સુરક્ષાબળોએ 2 પાકિસ્તાની રેંજર્સને ઠાર માર્યા છે. પાકિસ્તાને આજે જમ્મૂ કાશ્મીરમાં એલઓસી અડીને આવેલા અખનૂર સેક્ટરમાં ફાયરિંગ કર્યું. જેના જવાબમાં સુરક્ષાબળોએ પણ ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં પાકિસ્તાની રેંજર્સના 2 જવાનોના મૃત્યુંના સમાચાર છે.

Dec 21, 2019, 04:37 PM IST

જમ્મૂ કાશ્મીરમાં 99.5 ટકા વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા, શું કોંગ્રેસને આ સામાન્ય લાગતું નથી: અમિત શાહ

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને લોકસભામાં મંગળવારે જમ્મૂ કાશ્મીર મુદ્દે હંગામો થયો હતો. જોકે સદનમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)થી પૂછપરછ હતી કે રાજ્યના નેતા કેટલા દિવસ રાખવામાં આવશે? તેનો જવાબ આપતાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે. 

Dec 10, 2019, 02:52 PM IST

કાશ્મીર: પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં 2 ભારતીય નાગરિકના મોત

નવેમ્બર મહિનામાં પહાડો પર થયેલી ભારે બરફ વર્ષાના કારણે કાશ્મીર ઘાટીમાં ઘૂસણખોરી કરવાના તમામ રસ્તાઓ બંધ થવાથી પાકિસ્તાની સેના ધૂંધવાયેલી છે

Dec 3, 2019, 06:21 PM IST

આતંકીઓ વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી, 1.22 કરોડની સંપત્તિ કરી જપ્ત

આતંકીઓની આ સંપત્તિ જમ્મૂ કાશ્મીરના અનંતનાગ, બારામૂલા અને બાંદીપુરામાં જપ્ત કરવામાં આવી છે. રાષ્ટ્રીય ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)એ આ આતંકીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે, ત્યારબાદ ઈડીએ મની લોન્ડ્રિંગ હેઠળ આતંકીઓની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરી છે. 
 

Nov 21, 2019, 07:39 PM IST

પૂંછમાં આતંકવાદી અડ્ડાઓનો પર્દાફાશ, 7 IED જપ્ત, જમ્મૂ-રાજૌરી હાઇવે પર 2 IED સેનાએ કર્યા નિષ્ક્રિય

સુરક્ષાબળોએ મંગળવારે જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir)ના પૂંછ જિલ્લામાં એક આતંકવાદી અડ્ડાનો પર્દાફાશ કરતાં વિસ્ફોટક ઉપકરણ અને એક વાયરલેસ સેટ જપ્ત કર્યો હતો. અધિકારીઓએ જાણકારી આપી.

Nov 19, 2019, 04:16 PM IST

જમ્મૂ-કાશ્મીર: ભારે હિમવર્ષાથી સફરજન અને બદામના ઝાડ તૂટી ગયા, અનેક વિસ્તારોમાં ભારે નુકસાન

કાશ્મીરમાં શનિવારે પણ ભારે હિમવર્ષા (Snowfall)થી જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ રહ્યું છે. ગત કેટલાક દિવસોથી સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી જેથી અહીં સફરજનના ઝાડને પણ ભારે નુકસાન થયું છે. પુલવામા અને શોપિયા જિલ્લામાં ઉંચી પહાડીઓમાં સફરજનના ઝાડને વધુ નુકસાન પહોંચ્યું છે, કારણ કે જ્યારે હિમવર્ષા થઇ, તે સમયે ઝાડ પર ફળ લટકતા હતા. 

Nov 16, 2019, 11:36 AM IST

UNESCOમાં પાકિસ્તાનનું સૂરસૂરિયું થઈ ગયું, આ ભારતીય મહિલાએ બરાબર આપી ધોબીપછાડ

યુનેસ્કો (UNESCO) જેવા મોટા આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર અને અયોધ્યા મુદ્દો ઉઠાવવા બદલ ભારતે પાકિસ્તાનને બરાબર ફટકાર લગાવી અને તેને અરીસો પણ દેખાડ્યો. આ વખતે ભારત તરફથી યુનેસ્કોમાં પ્રતિનિધિ અનન્યા અગ્રવાલે પાકિસ્તાનને ધોઈ નાખ્યું. અનન્યા અગ્રવાલે કહ્યું કે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનના ડીએનએમાં જ  આતંકવાદ છે. 

Nov 15, 2019, 03:44 PM IST

કાશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષા, કુલ્લૂમાં ફસાયેલા 48 વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કરાયા

હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં બુધવારે રાતથી ભારે હિમવર્ષા થઇ રહી છે. એક તરફ ખુશનુમા વાતાવરણ થઇ ગયું છે તો બીજી તરફ પ્રવાસીઓ ફસાયા છે. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર, હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લાના ગુલાબા એરિયામાં ભારે હિમવર્ષાને લીધે આસામથી આવેલા 48 વિદ્યાર્થીઓ પસાયા છે. ગુરૂવારે 'ટીમ રેપ્ટર્સ'એ આ વિદ્યાર્થીને રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા છે. 

Nov 8, 2019, 10:53 AM IST
Predicts Heavy Snowfall In Srinagar PT4M4S

શ્રીનગરમાં બરફની ચાદર પથરાઈ, ભારે હિમ વર્ષા થવાની આગાહી

જમ્મૂ અને કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઇ ગઇ છે. જાણિતા પર્યટન સ્થળ ગુલગર્ગમાં ચારેય તરફ બરફ વેરાયેલો છે. પહાડોની ચોટીઓ બરફથી ઢંકાઇ ગઇ છે. આ દરમિયાન શ્રીનગરમાં ખરાબ હવામાનના લીધે હાઇવે જામ છે. ભારે હિમવર્ષાના લીધે ઘણા ઝાડ પડી ગયા છે. તો બીજી તરફ જમ્મૂ અને શ્રીનગર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. શ્રીનગરના ઘણા વિસ્તારોમાં ટેલીફોન લાઇનોમાં પણ હિમવર્ષાના લીધે ઠપ થઇ ગઇ છે.

Nov 7, 2019, 04:25 PM IST

જમ્મૂ કાશ્મીરમાં ભારે હિમવર્ષા, શ્રીનગરમાં ટ્રાન્સપોર્ટ અને ટેલીફોન સેવાઓ ઠપ

જમ્મૂ અને કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઇ ગઇ છે. જાણિતા પર્યટન સ્થળ ગુલગર્ગમાં ચારેય તરફ બરફ વેરાયેલો છે. પહાડોની ચોટીઓ બરફથી ઢંકાઇ ગઇ છે. આ દરમિયાન શ્રીનગરમાં ખરાબ હવામાનના લીધે હાઇવે જામ છે. ભારે હિમવર્ષાના લીધે ઘણા ઝાડ પડી ગયા છે.

Nov 7, 2019, 10:02 AM IST

જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના લાલ ચોકમાં ગ્રેનેડ હુમલો, એક મોત, 22 ઘાયલ

પ્રાથમિક માહિતી અનુસાર ત્રણ આતંકવાદી બાઈક પર આવ્યા હતા અને લાલ ચોકમાં ગ્રેનેડ ફેંકીને જતા રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરાયા પછી જવનજીવન ધીમે-ધીમે થાળે પડી રહ્યું હતું એ દરમિયાન આ ઘટના ઘટી છે. છેલ્લા 10 દિવસમાં આ બીજો ગ્રેનેડ એટેક છે. 

Nov 4, 2019, 04:21 PM IST

લશ્કરે તૈયબાનો આતંકવાદી દાનિશ ચાના સોપોરમાંથી પકડાયો, મજૂરો પર કર્યો હતો હુમલો

દાનિશ ચાના લશ્કર-એ-તૈયબા પ્રેરિત કેટલાક આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલો હતો. 

Nov 2, 2019, 10:19 PM IST