જમ્મુ અને કાશ્મીરથી અલગ થતા જ લદ્દાખને થશે ખુબ ફાયદો! જાણો તેમની સ્થિતિ
જમ્મુ અને કાશ્મીર પર ચાલી રહેલી તમામ અટકળો, અફવાઓ પર હવે પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ અને કાશ્મીર પર ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. આજે સોમવારે રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનો સંકલ્પ રજુ કર્યો. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ના તમામ ખંડ લાગુ થશે નહીં. આ સાથે જ કલમ 35એને પણ હટાવી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિએ પણ 35એ હટાવવાની મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર પર ચાલી રહેલી તમામ અટકળો, અફવાઓ પર હવે પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ અને કાશ્મીર પર ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. આજે સોમવારે રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનો સંકલ્પ રજુ કર્યો. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ના તમામ ખંડ લાગુ થશે નહીં. આ સાથે જ કલમ 35એને પણ હટાવી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિએ પણ 35એ હટાવવાની મંજૂરી આપી દીધી છે.
હવે કાશ્મીરમાં દેશનો કોઈ પણ નાગરિક જમીન ખરીદી શકશે...જાણો બીજું શું-શું બદલાઈ જશે
જમ્મુ-કાશ્મીર પુર્નગઠન વિધેયકને રાજ્યસભામાં રજુ કરતા અમિત શાહે જણાવ્યું કે હવે જમ્મુ અને કાશ્મીરને બે ભાગોમાં વહેંચી દેવાયું છે. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ હશે. લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. ત્યારબાદ જ 1954માં જમ્મુ કાશ્મીરમાં લાગુ અનેક કાયદામાં સંશોધન રજુ કરાયું છે. રાજ્યસભામાં અમિત શાહ તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયું છે કે ઘણા સમયથી ત્યાંના લોકોની માગણી હતી કે તેમને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશની માન્યતા મળે. જેથી કરીને ત્યાં રહેતા લોકો પોતાના લક્ષ્યાંકોને મેળવી શકે.
અત્યાર સુધી 'ઘોર અન્યાય' થતો હતો જમ્મુ અને લદ્દાખ સાથે...ખાસ વાંચો અહેવાલ
સરહદી વિસ્તારોથી ઘેરાયેલું છે લદ્દાખ
લદ્દાખ ઉત્તરમાં કારોકોરમ પર્વત અને દક્ષિણમાં હિમાલય પર્વત વચ્ચે છે. લદ્દાખની ઉત્તરમાં ચીન અને પૂર્વમાં તિબ્બતની સરહદ છે. ચારેબાજુથી સરહદીવિસ્તારોથી ઘેરાયેલું લદ્દાખનું વ્યુહાત્મક દ્રષ્ટિથી ખુબ મહત્વ છે. આવો જાણીએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખની ભૌગોલિક અને રાજનીતિક પરિસ્થિતિઓ...
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જાણો...
જમ્મુ કાશ્મીર લદ્દાખ
(જનસંખ્યા લાખમાં) 69,07,623 53,50,811 2,90,492
ક્ષેત્રફળ 12,378 Sq.Km 8,639 Sq.Km 33,554 Sq.Km
લોકસભા બેઠકો 2 3 1
વિધાનસભા બેઠકો 37 46 4