જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આજે એક દર્દનાક અકસ્માત થયો. અમરનાથ યાત્રા ડ્યૂટીમાં લાગેલા ITBP જવાનોને લઈને જઈ રહેલી બસ નદી સાઈડ ખાઈમાં જઈને ખાબકી. બસમાં કુલ 39 જવાન સવાર હતા જેમાંથી મોટાભાગના ITBPના હતા. સુરક્ષાદળો, સેના, પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ અકસ્માતમાં 7 જવાન શહીદ થયા છે. જ્યારે 30 જવાનો ઘાયલ થયા છે. જેમાંથી 8 ગંભીર રીતે ઘાયલ થયા છે.  ગંભીર રીતે ઘાયલ જવાનોને સારવાર અર્થે શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં ખસેડાયા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube