નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સીમાંકન કમિશન પંચે કેન્દ્ર શાસિત પ્રદેશનો ફાઇનલ રિપોર્ટ જાહેર કરી દીધો છે. નોંધનીય છે કે પંચની પાસે રાજ્યમાં લોકસભા અને વિધાનસભા સીટોની સીમાંકન નક્કી કરવાની જવાબદારી હતી જે આજે સમાપ્ત થઈ ગઈ છે. ઘાટીમાં વિધાનસભા ચૂંટણી માટે આ રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી. સીમાંકન કમિશનના રિપોર્ટ બાદ જમ્મુ-કાશ્મીરમાં જલદી ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાત સીટોનો થશે વધારો
વિધાનસભા સીટોની સીમાંકનની પ્રક્રિયા પૂરી થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં કુલ સાત સીટોનો વધારો થશે. પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ રીઝનમાં 6 અને કાશ્મીરમાં એક સીટ વધશે. તે પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં કુલ 90 વિધાનસભા સીટો હશે જેમાંથી 47 કાશ્મીર અને 43 જમ્મુમાં હશે. આ સિવાય 9 સીટ અનુસૂચિત જનજાતિ અને 7 અનુસૂચિત જાતિ માટે અનામત હશે. 


કરનાલમાં 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ, મોટી માત્રામાં હથિયારનો જથ્થો જપ્ત


ઓગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો અપાયા અને લદ્દાખને અલગ ટેરટરી બનાવ્યા બાદ કમિશને અહીં 83 સીટથી વધારી 90 સીટ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 


1995માં થયું હતું સીમાંકન
નોંધનીય છે કે આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં 1995માં સીમાંકન થયું હતું. તે સમયે જમ્મુ-કાશ્મીરમાં 12 જિલ્લા અને 58 તાલુકા હતા. આ સમયે કેન્દ્ર શાસિત પ્રદેશમાં 20 જિલ્લા છે અને તાલુકાની સંખ્યા વધીને 270 થઈ ગઈ છે. સીમાંકનનો મુખ્ય આધાર જનસંખ્યા રહે છે. આ સિવાય ભૌગોલિક પરિસ્થિતિનું પણ ધ્યાન રાખવામાં આવે છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube